ભાજપના નેતાનો દાવોઃ 107 ધારાસભ્યો ભાજપ જોઇન કરશે

PC: dnaindia.com

આજકાલ દેશમાં ધારાસભ્યોની પાર્ટી બદલવાની મોસમ ચાલી રહી છે. એક પછી એક રાજ્યોમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ધારાસભ્યો પલટી મારી રહ્યા છે. કર્ણાટક અને ગોવામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પલટી મારી જ રહ્યા છે, ત્યારે હવે પશ્ચિમ બંગાળમાં આશ્ચર્યજનક સ્થિતિ ઉભી થાય, તેવું લાગી રહ્યું છે.

શનિવારના રોજ બંગાળ BJPના નેતા મુકુલ રોયે દાવો કર્યો છે કે, પશ્ચિમ બંગાળના 107 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી જોઇન કરવાના છે, જેમાં કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ અને CPMના ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

મુકુલ રોયે કહ્યું હતું કે, CPM, TMC અને કોંગ્રેસના 107 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. તેમની લિસ્ટ અમે બનાવી લીધી છે. તેઓ અમારા સંપર્કમાં છે. તમને જણાવી દઇએ કે, મુકુલ રોય 2017મા TMC છોડીને ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થયા હતા. બે અઠવાડિયા પહેલા એ ન્યૂઝને મુકુલ રોયે ફગાવી દીધી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, BJP દ્વારા રાજ્ય સરકારને અસ્થિર કરવાની વાત થઇ રહી છે. તેમણે કહ્યું હતું કે, BJP 2021 વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય સરકારને નહીં હટાવે.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં 294 ધારાસભ્યો છે. 2016મા થયેલી ચૂંટણીમાં TMC 211 સીટ જીતી હતી, જ્યારે ભાજપને ફક્ત 3 સીટો મળી હતી.રાજ્યમાં કોંગ્રેસને 44 અને CPMને 32 સીટો મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp