જાણો અમદાવાદમાં કેમ લાગ્યા લાલ ચોકડીના નિશાન

PC: abplive.in

સોશિયલ મીડિયા પર થોડા દિવસોથી દિવાલ પર લાલ રંગની ચોકડી લગાવી હોય તેવા ફોટો વાયરલ થયા છે. અમદાવાદના પાલડી અને એલિસબ્રિજ વિસ્તારમાં દિવાલો પર આ લાલ રંગની ચોકડી લગાવવામાં આવી છે. આમાં મોટાભાગની સોસાયટીઓ મુસ્લિમ સોસાયટી છે, જ્યારે અમુક હિન્દુ સોસાયટીઓ પણ છે. આ ચોકડીને કારણે ભયનું વાતાવરણ ફેલાય ગયું છે. તેમાં પણ સોમવારે આ વિસ્તારોમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા, જેમાં સોમવારે તો એવા પોસ્ટરો આ વિસ્તારમાં લાગ્યા હતા કે, આ વિસ્તાર સંપૂર્ણ મુસ્લિમ કોલોની બની જશે. જેને કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાય ગયો હતો.

એટલે આ અંગે અમદાવાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને અમદાવાદ પોલીસે તપાસ કરતા કંઈક અલગ જ વાત સામે આવી હતી. પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ લાલ ચોકડી અંગે પૂછ્યું હતું અને એવી વાત સામે આવી હતી કે, આ લાલ ચોકડીના નિશાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યા છે. આ લાલ ચોકડીઓ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતા મ્યુનિસિપલ વાહનો પર નજર રાખવા માટે જે GPS સિસ્ટમ લગાવવાની છે, તેના માટે છે. કચરો ઉઠાવતા વાહનો આ રૂટમાં બરાબર આવે છે કે નહીં, તેને માટે GPS ચિપ લગાવવાની છે, તેવી જગ્યાએ આ લાલ ચોકડી બનાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.