મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 81માંથી 66 સીટ જીતી લીધી

PC: hindustantimes.com

મહારાષ્ટ્રના નાંદેડ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ડંકો વગાડી દીધો છે. 11 ઓક્ટોબરના રોદ 81 સીટો પર થયેલા મતદાનમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 81માંથી 73 સીટો પર પરિણામ આવી ગયું હતું, જેમાં કોંગ્રેસ પાર્ટીએ 66 સીટો પર, BJPએ 5 સીટો પર અને શિવસેનાએ 1 સીટ પોતાના નામે કરી હતી. NCP અને AIMIMને એકપણ સીટ નહોતી મળી. બાકી બચેલી સીટોમાં 7 સીટ પર કોંગ્રેસ આગળ છે. 2012માં ચૂંટણી થઈ ત્યારે 81માંથી 41 સીટ કોંગ્રેસને મળી હતી, જ્યારે શિવસેનાને 12 સીટ ત્યારે મળી હતી અને BJPને 2 સીટથી જ સંતોષ માનવો પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.