સિદ્ધુનો પાકિસ્તાન પ્રેમ ફરી આવ્યો સામે, કહ્યું આ વાતોમાં છે ભારતથી આગળ

PC: bilkulonline.com

પંજાબના કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુએ એક વાર ફરી પાકિસ્તાનના વખાણ કર્યા છે. આ વખતે સિદ્ધુનો પાકિસ્તાન પ્રેમ હિમાચલ પ્રદેશના કસૌલીમાં ચાલી રહેલા લિટરેચર ફેસ્ટિવલ દરમિયાન જોવા મળ્યો. કસૌલી લિટરેચર ફેસ્ટિવલના પ્રથમ સેસનમાં ચર્ચા દરમિયાન નવજોતસિંહ સિદ્ધુએ પાકિસ્તાનની પોતાની યાત્રાને દક્ષિણ ભારતની યાત્રાથી વધુ સારી ગણાવી હતી.

કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું કે તમે પાકિસ્તાનમાં કશે પણ યાત્રા કરી લો, ત્યાં ન તો ભાષા બદલાય છે, ન તો ખાનપાન અને ન તો લોકો બદલાય છે જ્યારે દક્ષિણ ભારતમાં ભાષાથી લઈને ખાનપાન બધું જ બદલાઈ જાય છે. તમને દક્ષિણ ભારતમાં રહેવા માટે અંગ્રેજી અથવા તેલુગુ શીખવી પડશે, પરંતુ પાકિસ્તાનમાં એવું જરૂરી નથી. સિદ્ધુના આ પાકિસ્તાન પ્રેમને લઈ ફરી એકવાર વિવાદ થઈ શકે છે.

આ અગાઉ સિદ્ધુ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે પાકિસ્તાન ગયા હતા અને ત્યાંના આર્મી ચીફ કમર જાવેદ બાજવા સાથે ગળે મળ્યા હતા. આ દરીયાન સિદ્ધુએ બાજવા અને પાકિસ્તાનના ખૂબ વખાણ કર્યા હતા. ઇસ્લામાબાદમાં પ્રેસ કોન્ફરન્સમાં સિદ્ધુએ કહ્યું હતું કે, 'હું એક પ્રેમનો સંદેશ ભારતથી લાવ્યો હતું, જેટલો પ્રેમ હું લઈને આવ્યો હતો તેનાથી 100 ગણો વધુ પ્રેમ હું લઈને જઈ રહ્યો છું. પાકિસ્તાનથી જે પાછું આવ્યું છે તે વ્યાજ સહિત પાછું આવ્યું છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp