ગુજરાતમાં શું ફરી એકવખત લાગુ થશે લોકડાઉન? નીતિન પટેલે કરી સ્પષ્ટતા

PC: indiatvnews.com

કોરોના વાયરસને કારણે ઠપ થઈ ગયેલી આર્થિક પ્રવૃતિઓને વેગવંતી કરવા માટે અનલોકમાં ધીમે ધીમે બધું ખોલવામાં આવી રહ્યું છે. હવે લોકડાઉન 4ના નવા નવા નિયમોને લઈને નીતિન પટેલે એક મોટું નિવેદન આપ્યું છે. લોકડાઉન 4 અગાઉની તુલનામાં વધુ છૂટછાટ હોવાનું નક્કી છે. ધંધા રોજગાર ફરી શરૂ થાય એ માટે છૂટછાટ આપવામાં આવશે. રાજ્ય સરકાર છૂટછાટ અંગેની ભલામણ કેન્દ્ર સરકારને મોકલશે.

કેન્દ્ર સરકારે પણ રાજ્ય સરકાર પાસેથી આ અંગેની બ્લુપ્રિન્ટ માગી છે. આ અંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે,મને વિશ્વાસ છે લોકડાઉન 4માં અત્યારે ગુજરાતમાં 70 ટકા વિસ્તારમાં જે બધી પ્રવૃતિઓ વેપાર, ધંધા, ઉદ્યોગ, ખેતીવાડી, બજારમાં ચહલપહલ ચાલું થઈ ચૂકી છે. એ આવનારા સમયમાં હજું વધારે છૂટછાટ રાજ્ય સરકાર તરફથી અમે ભારત સરકારને સૂચન કરીશું. મને એ વિશ્વાસ છે ભારત સરકાર એનો સ્વીકાર કરીને અને દરેક રાજ્યમાં નાગરિકોને વધારેને વધારે સરળતા થાય. વ્યાપાર-ધંધા રોજગારી ચાલું થાય. લોકોની આવક ચાલું થાય. એ માટે મંજૂરીઓ આપશે. દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસ વચ્ચે સરકારે અનલોક-4 માટેની ગાઈડલાઈન્સ આપી દીધી છે. જોકે, રાજ્યના શિક્ષણમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે, 21 સપ્ટેમ્બર પછી પણ શાળા કે કોલેજ શરૂ થશે નહીં. અગાઉ વાલીઓની લેખિતમાં મંજૂરી સાથે શૈક્ષણિક પ્રવૃતિઓ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી.

અગાઉ પણ નીતિન પટેલે એવી સ્પષ્ટતા કરી હતી કે, શાળાને લઈને યોગ્ય સંકલન કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત ડુંગળી પરની નિકાસ પર મૂકવામાં આવેલા પ્રતિબંધને લઈને તેમણે સ્પષ્ટતા કરી હતી કે, દક્ષિણ ભારતમાં ડુંગળીના પાકને મોટું નુકસાન થયું છે. કેન્દ્ર સરકારે વિચારણા કર્યા બાદ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કોઈ પણ ચીજવસ્તુઓની અછત ન ઊભી થાય એ સરકારની જવાબદારી છે. કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતને ધ્યાને લઈને યોગ્ય દિશામાં યોગ્ય સમયે નિર્ણય જાહેર કરશે. આ ઉપરાંત બનાસકાંઠામાં ચાલતું ગૌસેવાનું આંદોલન નીતિન પટેલના આશ્વાસ બાદ સમેટાઈ ગયું છે. પ્રતિદિવસ પશુદીઠ રૂ.25 લેખે સરકાર મદદ કરશે એવી ગૌસેવકોની માગ સામે નીતિન પટેલે હકારાત્મક અભિગમ દર્શાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp