CM નીતિશ કુમાર મહિલાઓ વિશે એવું શું બોલ્યા કે હોબાળો મચી ગયો

PC: oneindia.com

બિહાર વિધાનસભામાં મુખ્યમંત્રી નીતિશ કુમારે RJDના ધારાસભ્ય રેખા દેવી પર ટિપ્પણી કરી હતી. તેના પર મહિલા ધારાસભ્યએ કહ્યું કે, તેઓ આપણાં બધાના મુખ્યમંત્રી છે, પરંતુ મહિલા સાથે વાત કરવાની એક રીત હોય છે, પરંતુ મુખ્યમંત્રી તો રીત જ ભૂલી ગયા છે કે મહિલાઓ સાથે કઇ રીતે વાત કરવામાં આવે છે. બતાવો મુખ્યમંત્રી મહિલાને કહે છે કે તેઓ કંઇ નથી જાણતા. કઇ રીતે આવી ગઈ મહિલા. અમે કહીએ છીએ કે મહિલાઓને અપમાનિત કરવાનું બંધ કરો મુખ્યમંત્રી. મહિલાઓને સન્માન આપો. દરેક ઘરમાં મહિલા મા છે, વહુ, દીકરી છે, બહેન છે અને આ પ્રકારે બોલો છો.

તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, મુખ્યમંત્રી કહે છે કે તેમણે મહિલાઓ અને દીકરીઓ માટે ઘણી યોજનાઓ ચલાવી છે, તો તેના પર રેખા દેવીએ કહ્યું કે, ‘દીકરીઓને આગળ વધારે છે, પરંતુ દીકરીઓ સાથે શું થઈ રહ્યું છે. મુખ્યમંત્રી એ તો નથી જોતા. દીકરો ક્યાં સુરક્ષિત છે. મહિલાઓ પાસે મુખ્યમંત્રીએ માફી માગવી જોઈએ. ઉલ્લેખનીય છે કે નીતિશ કુમાર જ્યારે બોલવા માટે ઊભા થયા તો વિપક્ષ અનામતને લઈને વિરોધ કરી રહ્યું હતું.

પોતાના ભાષણ દરમિયાન વારંવાર વિપક્ષના ધારાસભ્યોને અપીલ કરી રહ્યા હતા કે એક વખત આખી વાત સાંભળી લો. આ દરમિયાન તેઓ વિરોધ કરી રહેલા RJD ધારાસભ્ય રેખા દેવી પર રોષે ભરાઈ ગયા. મુખ્યમંત્રીએ RJD ધારાસભ્યને કહ્યું કે, અરે મહિલા છો, કંઇ નથી જાણતા. નીતિશ કુમારે RJD પર પ્રહાર કરતા કહ્યું કે, આ લોકોએ ક્યારેય કોઈ મહિલાને આગળ વધારી છે. 2005 બાદ જ વધારવાની શરૂ કરી છે ને. એટલે કહી રહ્યા છો, ચૂપચાપ સાંભળો.

તેમણે કહ્યું કે, અમે તો સંભળાવીશું, જો તમે નહીં સાંભળો તો એ તમારી ભૂલ છે. આ દરમિયાન નીતિશ કુમાર જાતિગત વસ્તી ગણતરીને લઈને પોતાની વાત રાખી.જ્યારે સર્વસંમતિથી જાતિગત વસ્તી ગણતરી થઈ ગઈ અને પછાતોની સંખ્યા વધારે આવી તો જે 50 ટકા અનામત સીમા રહેતી હતી, તો અમે લોકોએ અનામત 75 ટકા કરી દીધી. 10 ટકા કેન્દ્ર સરકારે અપર કાસ્ટ માટે લાગૂ કર્યું હતું તો તેને પણ લાગૂ કર્યું. અમે લોકોએ દરેક પરિવારની આર્થિક સ્થિતિની જાણકારી લીધી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp