નગરપાલિકા ચૂંટણીમાં NOTA બની રહેેશે બિનઅસરકારક

PC: Livemint.com

દેશના નાગરિકોએ લાંબી લડત ચલાવીને લાયક ન હોય તેવા ઉમેદવારની વિરૂદ્ધ મત આપવાનો NOTA (ઉપરોક્ત માંથી એક પણ નહીં) નો અધિકાર સર્વોચ્ચ અદાલત દ્વારા મેળવી લીધો છે. પણ દેશના ચાલાક ચૂંટણી પંચ અને રાજનેતાઓ તેનો કોઈ મતલબ ન રહે એવા નિર્ણય લઈ લે છે.

ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણી 17મીએ થવાની છે ત્યારે NOTAનો વિવાદ થઈ શકે તેવી એક બાબત બહાર આવી છે. નગરપાલિકામાં મતદાર એકથી ચાર મત આપીને એકથી ચાર પ્રતિનિધિઓને ચૂંટી શકે છે. પણ જો તેમાંથી કોઈ એક ઉમેદવાર નાલાયક હોય અને તે ગુંડો હોય તો તેને NOTA આપીને ઉમેદવાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરવી હોય તો તે કરી શકાતી નથી. એક ઉમેદવારને મત આપી દીધા બાદ બીજા ઉમેદવારો માટે NOTA નો ઉપયોગ કરી શકાશે નહીં. કારણ કે NOTAનું બટન એક જ છે. ઉમેદવારની EVMની યાદીની છેક નીચે NOTAનું બટન મૂકેલું છે.  

મતદાર જો NOTA નો ઉપયોગ કરશે તો એક પણ ઉમેદવારને મત નહીં જાય. મત આપ્યા પછી તેનું રજીસ્ટ્રેશન કરવા માટે બટન દબાવવું ફરજિયાત છે. એક મત આપે તો તેન રજીસ્ટ્રેશન કરવા સ્વીચ દબાવવી પડે છે. એક વખત પોતાનો મત આપ્યા પછી તેનું રજીસ્ટ્રેશન કરી લીધા બાદ કોઈ ઉમેદવાર સામે NOTAનો ઉપયોગ કરી શકાય નહીં. આમ NOTAનો કોઈ મતલબ રહ્યો નથી. તેથી મતદારોએ ફરીથી સરકારના પઢાવેલા પોપટ રાજ્ય ચૂંટણી પંચની સામે કોર્ટમાં જવું પડે તેમ છે. અથવા એક માત્ર વિકલ્પ બેલેટ – કગાળના મતપત્રકથી મત આપવાનું ફરજિયાત કરવું જોઈએ. આમેય હવે લોકોને EVM પર ભરોશો રહ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp