મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર સંકટમાં, જાણો CM ઉદ્ધવ ઠાકરેએ શું કર્યું

PC: theweek.in

મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન મહાવિકાસ અઘાડીના સાથી પક્ષો શિવસેના, કોંગ્રેસ અને NCPની વચ્ચે ફરી એકવાર મતભેદ દેખાઈ રહ્યો છે. મુખ્યમંત્રી તેમજ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એલ્ગાર પરિષદ મામલામાં યુ ટર્ન લીધા બાદ હવે NCP અને કોંગ્રેસની આપત્તિઓને કોરાણે મુકીને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) પર આગળ વધવાનો નિર્ણય લીધો છે.

રિપોર્ટ અનુસાર, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યમાં 1 મેથી NPRની પ્રક્રિયા શરૂ કરાવવા માગે છે. જ્યારે કોંગ્રેસ અને NCP તેનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ જ્યાં NPRને NRCનું નવું નામ ગણાવી રહી છે, ત્યાં NCPએ પણ તેને લઈને સાર્વજનિકરીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

NCPના વરિષ્ઠ નેતા માજિદ મેમને આ અંગે કહ્યું હતું કે, એ સ્પષ્ટ છે કે, પાર્ટી NPRનું સમર્થન નથી કરતી. સાથે જ શરદ પવારે પણ તેને લઈને આપત્તિ વ્યક્ત કરી છે. આથી આ મામલામાં એવો જ નિર્ણય લેવામાં આવશે, જે ત્રણેય પાર્ટીઓને સ્વીકાર્ય હોય.

જોકે, આ પહેલો પ્રસંગ નથી, જ્યારે મહારાષ્ટ્રના સત્તાધારી ગઠબંધનમાં આ પ્રકારનો મતભેદ જોવા મળ્યો હોય. આ પહેલા NCP ચીફ શરદ પવારે એલ્ગાર પરિષદ મામલાની તપાસ મહારાષ્ટ્ર પોલીસ પાસેથી લઈને NIAને સોંપવાને લઈને ઉદ્ધવ ઠાકરે સરકારની શુક્રવારે ટીકા કરી હતી. પવારે અહીં પત્રકારોને કહ્યું હતું કે, કેન્દ્રએ મામલાની તપાસ પુણે પોલીસ પાસેથી લઈને રાષ્ટ્રીય તપાસ એન્જસી (NIA)ને સોંપીને યોગ્ય નથી કર્યું, કારણ કે કાયદો-વ્યવસ્થા રાજ્ય સરકારનો વિષય છે.

આ અંગે શરદ પવારે કહ્યું હતું કે, મામલાની તપાસ NIAને સોંપીને કેન્દ્ર સરકારે યોગ્ય નથી કર્યું અને તેના કરતા પણ વધુ ખોટી વાત એ છે કે, રાજ્ય સરકારે તેનું સમર્થન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp