પાકિસ્તાની PMનું મગજ ઠેકાણે આવ્યુ, આ ઇસ્લામિક દેશને કહ્યુ-ભારત સાથે દોસ્તી કરાવો

PC: khabarchhe.com

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે એ સ્વીકાર્યું છે કે તેઓ ભારત સાથે વાતચીત કરવા માગે છે અને તેના માટે તેમણે યુનાઇટેડ અરબ અમીરાત (UAE)ના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાનને વિનંતી કરી હતી કે તેઓ આ વાતચીત માટે ભારતને તૈયાર કરે. પાકિસ્તાની અખબાર ડૉને બુધવારે આ સંબંધમાં રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. તે મુજબ શાહબાજ શરીફે યુનાઇટેડ અરબ અમીરાતને કહ્યું હતું કે, તમારા ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખૂબ સારા સંબંધ છે અને તમે અમારા મુસ્લિમ ભાઇ છો, એવામાં અમારી મદદ કરો અને ભારત સાથે અમારી વાતચીત કરાવી દો.

આ સંબંધમાં અલ અરબિયા ન્યૂઝ ચેનલે પણ બે ભાગોમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફનું ઇન્ટરવ્યૂ પ્રસારિત કર્યું છે. તેના બીજા ભાગનું પ્રસારણ બુધવારે કરવામાં આવ્યું, જેમાં કેટલીક નવી વાત સામે આવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે કહ્યું કે, અમે શાંતિ ઇચ્છીએ અમે ગરીબી સમાપ્ત કરવા માગીએ છીએ. પોતાના લોકોને શિક્ષણ આપવા માગીએ છીએ, તેમને સ્વાસ્થ્ય સુવિધાઓ અને રોજગાર આપવા માગીએ છીએ.

ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારો સંદેશ છે કે આપણે ટેબલ પર બેસીએ અને કાશ્મીર વિવાદ અને અન્ય મુદ્દાઓને હલ કરવા માટે ઇમાનદાર પહેલ કરીએ. ઇન્ટરવ્યૂમાં એક સવાલ પર પાકિસ્તાનના વડાપ્રધાન કહે છે કે, મેં શેખ નાહ્યાન પાસે મદદ માગી છે. મેં તેમને કહ્યું છે કે તેઓ ભારતને વાતચીત માટે તૈયાર કરે. રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાનના વડાપ્રધાને ભલે જ કોઇ પણ વાયદો કે અપીલ કરી હોય, પરંતુ UAEએ શરીફની વાતોને ગંભીરતાથી લીધી નથી.

તેનું ઉદાહરણ કે પછી પુરાવા જે પણ કહીએ તે સામે આવી ચૂક્યા છે. 12 જાન્યુઆરીના રોજ વિઝિટ બાદ પાકિસ્તાન અને UAE તરફથી એક જોઇન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન માટે શરમની વાત એ છે કે, આ આખા નિવેદનમાં UAE દ્વારા કાશ્મીર શબ્દનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. જો કે, આ પહેલી વખત નથી. આ  અગાઉ સાઉદી અરબે પણ એક જોઇન્ટ ટેસ્ટમેન્ટમાં કાશ્મીર શબ્દના ઉપયોગથી દૂરી બનાવી છે.

પાકિસ્તાનમાં જ્યારે શાહબાજ શરીફના ભારત સામે કરગરવાનો મામલો સામે આવ્યો તો વડાપ્રધાન શાહબાજ શરીફની ઓફિસે સોશિયલ મીડિયા પર સફાઇ આપી. વડાપ્રધાને કહ્યું કે પાકિસ્તાનની પોલિસી છે. કાશ્મીર સહિત તમામ મુદ્દાઓને વાતચીતથી હાલ કરવા જોઇએ. કાશ્મીરમાં 5 ઑગસ્ટ 2019થી પહેલાંની સ્થિતિ લાગૂ કરવી પડશે. આ મામલાનું સમાધાન UN રિઝોલ્યૂશન અને જમ્મુ-કાશ્મીરની જનતાની ઇચ્છા હેઠળ થવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp