સૈફ અલી ખાન કેસમાં પાકિસ્તાનની એન્ટ્રી, ફવાદ ચૌધરીનો લવારો
.jpg)
બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ વિપક્ષ તો સરકાર પર આકરા પ્રહાર કરી જ રહી છે, પણ હવે પાકિસ્તાન પણ આમાં કૂદી પડ્યું છે. પાકિસ્તાનના નેતા ફવાદ ચૌધરીએ આ મુદ્દાને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ દાવો કર્યો છે કે ભારતમાં મુસ્લિમ સમુદાયના કલાકારોને ગંભીર જીવલેણ જોખમોનો સામનો કરવો પડી રહ્યો છે. તેણે આ વાતને હિન્દુ મહાસભાના ઉદય સાથે જોડી છે. તેણે પાકિસ્તાનને ભારતીય મુસ્લિમોના અધિકારો માટે ઉભા રહેવાની પણ અપીલ કરી હતી.
Saif Ali Khan hospitalised: Actor stabbed six times by intruder… Muslim actors are facing serious life threats since the rise of Hindu Mahasabha …. Pakistan must rise for the rights of Indian Muslims https://t.co/GxwkYPpDKO
— Ch Fawad Hussain (@fawadchaudhry) January 16, 2025
ઇમરાન ખાનનો નજીકનો ગણાતો ફવાદ ચૌધરી સોશિયલ મીડિયા ભારત માટે એલ-ફેલ લખતો રહે છે. આ વખતે તેણે કહ્યું છે કે, હિન્દુ મહાસભાના ઉદયથી મુસ્લિમ અભિનેતાઓ ગંભીર જીવલેણ જોખમોનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાને ભારતીય મુસ્લિમોના અધિકારો માટે ઉભા રહેવું જોઈએ. જ્યારે એક ટ્વીટર યુઝરે ચૌધરીને પૂછ્યું કે શું તેણે સૈફ અલી ખાનને પાકિસ્તાનમાં સ્થાયી થવામાં મદદ કરવી જોઈએ, ત્યારે તેણે જવાબ આપ્યો કે ભારત તેમનો દેશ છે.' જો તને ભારતીય મુસ્લિમો સાથે સમસ્યા હોય, તો બીજે ક્યાંક ચાલ્યો જા.
સૈફ પર થયેલી ઘટના બાદ CM ફડણવીસે કહ્યું- મુંબઈ સૌથી સુરક્ષિત શહેર છે
સૈફ અલી ખાન પર પોતાના જ ઘરે હુમલો થતા રાજકારણમાં પણ અનેક નિવેદનો આવી રહ્યા છે, જેમાં વિપક્ષના નેતાઓએ મહારાષ્ટ્રની ફડણવીસ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આ અંગે મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું હતું કે, બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાના આધારે મુંબઈને અસુરક્ષિત શહેર ન કહી શકાય. ગુરુવારે બાંદ્રામાં સૈફના ઘરે થયેલા હુમલા પર દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલ દ્વારા ભાજપ પર કરેલા કટાક્ષના જવાબમાં ફડણવીસે કહ્યું હતું કે, ફક્ત એક ઘટનાના આધારે એ કહેવું ખોટું છે કે, મુંબઈ એક અસુરક્ષિત શહેર છે. મુંબઈ એક મેગાસિટી અને સૌથી સુરક્ષિત શહેર છે.
દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું હતું કે, અમને હુમલા પાછળ શું હેતુ હતો એ અંગે જાણકારી આપવામાં આવી છે. દેશના તમામ મોટા શહેરોમાં મુંબઈ સૌથી સુરક્ષિત છે, અમુક ઘટનાઓ બને છે અને તેને ગંભીરતાથી લેવી જોઈએ, પરંતુ એ ઘટનાઓને કારણે મુંબઈને અસુરક્ષિત કહેવું યોગ્ય નથી. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને તપાસ માટે ઘણી ટીમ બનાવવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp