26th January selfie contest

નગરપાલિકામાં ભાજપમાં કુસંપથી પેનલ તૂટી છે, કોંગ્રેસને ફાયદો કરાવશે

15 Feb, 2018
10:01 PM
PC: webdunia.com

75 નગરપાલિકામાં આ વખતે ઘણાં સમય પછી એવું જોવા મળ્યું છે કે, એક જ વોર્ડમાં ભાજપના ઉમેદવારની ચારની પેનલ તૂટી છે. ઉમેદવારો એવું કહે છે કે, તેમને નહીં મને મત આપજો. આમ ભાજપને આ વખતે કેટલીક નગરપાલિકામાં ભય છે કે, કુસંપના કારણે તેમણે કેટલીક નગરપાલિકા ગુમવવી પડશે. રાજકીય અને શૈક્ષણિક રીતે જાગૃત વલ્લભવિદ્યાનગર અને કરમસદમાં પહેલી વખત એવું જોવા મળ્યું છે કે, અહીં ઉમેદવારો સાથે પ્રચાર નથી કરતાં પણ અલગ અલગ રહીને વ્યક્તિગત પ્રચાર કરી રહ્યાં છે કારણ કે ટિકિટો આપવામાં જૂથવાદ ચાલ્યો હતો જે વોર્ડના ઉમેદવારોમાં જોવા મળી રહ્યો છે. આવું જ બનાસકાંઠી, સુરેન્દ્રનગરમાં જોવા મળી રહ્યું છે.

 

 

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.