ગણપત વસવાના પોસ્ટરમાં ભાજપનું નિશાન ન હોવાના મામલે લલિત વસોયાએ શું કહ્યું?

PC: youtube.com

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાના પોસ્ટરોમાં કોંગ્રેસનું ચિન્હ ન હોવાના કારણે રાજ્કીય માહોલ ગરમાયો હતો. બીજી તરફ ભાજપના કેબિનેટ મંત્રી ગણપત વસાવાના નૂતન વર્ષાભિનંદનના પોસ્ટરોમાં પણ ભાજપના નિશાનનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, મારા કાર્યકર્તાઓએ મારા જે પોસ્ટર વિસ્તારમાં લગાડ્યા છે તેમાં મારી પાર્ટીનું ચિન્હ લગાડવાનું ભૂલી ગયા હતા. મારા પોસ્ટરના વિવાદમાં ભારતીય જનતા પાર્ટીંના કેટલાક નેતાઓ મંકીજંપ કરતા હતા કે, લલિત વસોયા જે પાર્ટીમાંથી ચૂંટાયા છે તે પાર્ટી તેમને ગમતી નથી. મારે એ મિત્રોને કહેવું છે કે, ગણપત વસાવા વિશે તમે આવી કોમેન્ટ કરો. ગણપત વસાવાને શું ભારતીય જનતા પાર્ટી નથી ગમતી? એ તો કેબિનેટ મંત્રી છે. હું ગુજરાતની બહાર હતો અને ત્યારે મારા કાર્યકર્તાઓએ પોસ્ટર લગાડ્યા હતા. આ મામલે એ લોકોએ સમજવું જોઈએ કે આ એક ટેકનીકલ ભૂલના કારણે થયું હોય, એ માટે કોઈને બાદનામ ન કરાય. આ મામલે રાજકારણ કરતા લોકોએ સમજવું જોઈએ બધાથી નાની મોટી ભૂલ થતી હોય છે. આવી ભૂલમાં રાજકારણ કરવા ન નીકળવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp