સરકાર પોતે પાંચ વર્ષ ચાલુ રહેશે એ વાત જાહેર કરતાં લોકોએ આવકાર આપ્યો

PC: Khabarchhe.com

આખરે સરકાર પોતે જાહેર કર્યું છે કે તે પાંચ વર્ષ સુધી રાજ કરવાની છે. તેથી પ્રજાને પણ ખબર પડી કે હમણાં કોઈ રાજકીય પ્રવાહી સ્થિતી રહી નથી. વિજય રૂપાણીએ પણ કહ્યું છે તેઓ જઈ રહ્યાં છે તે માત્ર એક અફવા છે. સરકાના સૌથી વરિષ્ઠ એવા નેતા નિતીન પટેલે પણ કહ્યું છે કે રૂપાણી સરકાર જવાની નથી. અમે સાથે રહીને જ પાંચ વર્ષ પૂરા કરીશું. આમ આવી સ્પષ્ટતા થાય તે અત્યંત જરૂરી છે. કારણ કે khbarchhe.com દ્વારા સરકાર અને ભાજપને કહેવામાં આવ્યું હતું કે તમારા નેતાઓ અને કાર્યકરો સરકાર બદલાઈ રહી છે એ વાતે ભારે ઉત્તેજીત છે અને તેઓ માની રહ્યાં છે કે રૂપાણી સરકાર થોડા દિવસમાં બદલાશે અને પરસોત્તમ રૂપાલા મુખ્ય પ્રધાન બનશે.

આ માત્ર અફવા છે એવું સરકારે જાહેર કર્યું છે, તેનાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હજુ લોકો થોડા દિવસ તો સરકારની હલચાલ પર નજર રાખશે. ત્યાર પછી જ નક્કી કરશે કે ખરેખર સરકાર આ રહેશે કે નવી સરકાર આવશે. એ ગમે તે હોય પણ સરકારે પોતે સ્પષ્ટતા કરી છે તે એક સારી બાબત છે. અને જેનાથી કંઈક અંશે શંકાનું વાતાવરણ દૂર થયું છે. એવું પ્રજામાં ચોક્કસ સંદેશ ગયો છે. નિતીન પટેલે જે શબ્દો વાપર્યા છે તેના ઉપર પ્રજા ભરોસો કરી રહી છે. તેથી હવે લોકો એવું માનશે કે વિસ્તરણ પણ નહીં થાય અને હાલના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ચાલુ રહેશે.

જ્યારે જ્યારે એવી અફવા આવી છે કે મુખ્ય પ્રધાન બદલાઈ રહ્યાં છે ત્યારે ત્યારે મુખ્ય પ્રધાન વધારે સલામત થયા છે. તેથી ભાજપના નેતાઓ હવે કહે છે કે ખરેખર તો હવે સરકાર બદલાય ત્યારે જ સમાચાર છાપવા જોઈએ. આમ જ્યારે સમાચાર છપાય છે ત્યારે ભાજપે નક્કી કરેલી યોજનાનો અમલ કરવામાં આવતો નથી. આપણે જોયું છે કે પ્રધાન મંડળ, મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખોના જ્યારે જ્યારે નામ આગલા દિવસે અખબારોમાં સમાચાર રૂપે છપાયા છે ત્યારે તે નામ બીજા દિવસે બદલાઈ ગયા છે. આમ સરકારે જે કંઈ કહ્યું છે તે સારી બાબત છે. લોકોએ તેના આવકારી પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp