પીએમ મોદી કહે છે બોલીશ નહી અને બોલવા દઈશ પણ નહી: રાહુલ ગાંધી

PC: khabarchhe.com

ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં અનુસંધાને ગુજરાતની એક પછી એક મુલાકાત લઈ રહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ત્રીજા દિવસે પાટણમાં ભાજપને આડે હાથે લીધો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદી કહેતા હતા કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી. પણ હવે તેઓ એવું કહે છે કે ન બોલીશ અને ન બોલવા દઈશ. મોદીનું જે માર્કેટીંગ છે, શો મેન છે? શું લાગે છે તમને? માર્કટીંગ માટે દલિત, આદિવાસી લોકો રૂપિયા આપે છે કે નહી? આને કહેવાય છે ક્વિડ પ્રો ક્વો. હું તમને 33000 કરોડ આપીશ તમે મારી માર્કેટીંગ કરો.

ગુજરાત પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી મંદિરોની પણ મુલાકાત લઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ આજે પાટણમાં વીર મેઘ માયા મંદિરની મુલાકાત કરી હતી. આ મંદિર દલિતોનું છે. આ પૂર્વે રાહુલ ગાંધીએ ઠાકોર સમાજનાં આશ્રમે જઈ ગુરુજીનાં આશિર્વાદ લીધા હતા. ત્રણ દિવસની યાત્રાનો આજે અંતિમ દિવસ હતો. રાહુલ ગાંધીએ ઉત્તર ગુજરાતની યાત્રાનો પ્રારંભ અક્ષરધામ મંદિરેથી કર્યો હતો.

ગુજરાત પ્રવાસનાં બીજા દિવસે રાહુલ ગાંધીએ બનાસકાંઠાના ટોટણામાં સંત સાદારામ બાપાના આશ્રમની મુલાકાત લીધી હતી. તેમની સાથે ઓબીસી એકતા મંચનાં અલ્પેશ ઠાકોર પણ હતા. અલ્પેશ ઠાકોરે તાજેતરમાં જ કોંગ્રેસ જોઈન કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp