નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે: સાધ્વી પ્રજ્ઞા

PC: liffyworld.com

દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડસેને લઇને ફરીએકવાર રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કમલ હાસનના નથુરામ ગોડસેના સ્ટેટમેન્ટ બાદ હવે મધ્ય પ્રદેશની ભોપાલ સીટ પરથી ભારતીય જનતા પાર્ટીની સીટ પર લડી રહેલા સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું છે કે, નથુરામ ગોડસે દેશભક્ત હતા.

મીડિયાએ સાધ્વી પ્રજ્ઞાને સવાલ પૂછ્યો હતો કે, કમલ હાસને સ્ટેટમેન્ટ આપ્યું છે કે, નથુરામ ગોડસે પહેલા આતંકવાદી હતા, તમે શું કહો છો ભગવા આતંકવાદને લઇને તમારા પર પણ પહેલા આરોપો લાગતા રહ્યા છે, દિગ્વિજય સિંહે પણ પહેલીવાર આ શબ્દોનો ઉપયોગ કર્યો કર્યો હતો. તમે શું કહેશો નાથુરામ ગોડસે પર? 

આના જવાબમાં સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે, નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે. તેમને આતંકવાદી કહેનારા લોકો પોતાના ગીરેવાનની અંદર ઝાંખીને જોવે, અત્યારની ચૂંટણીમાં આવા લોકોને જવાબ આપી દેવામાં આવશે.

આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિન્દુ હતો, ગોડસે ઉદાહરણ: કમલ હસન

સાઉથના સુપરસ્ટાર અને તાજેતરના નેતા બનેલા કમલ હસને એક સભામાં કહ્યું હતું કે આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિન્દુ જ હતો અને તે હતો નાથૂરામ ગોડસે

તમિલનાડુના એરિવાકુરૂકીમાં એક જનસભાને સંબોધિત કરતા કમલ હસને આ વાત કરી હતી. તેમણે કહ્યું, 'અહીં મુસ્લિમ હાજર છે, તેથી હું આ નથી કહી રહ્યો, પરંતુ આઝાદ ભારતમાં પહેલો આતંકવાદી હિન્દુ જ હતો, જે ક નાથુરામ ગોડસે હતો.મકકલ નિધિ મીયામના પ્રમુખ કમલ હસને કહ્યું કે તેની શરૂઆત થઇ જ્યારે નાથૂરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી. કમલ હસન, અરવિકુરિકીમાં થનારી પેટાચૂંટણી માટે પ્રચાર કરવા પહોંચ્યા હતા. જે સમયે કમલ હસન આ કહ્યું હતું  તે દરમ્યાન તેમના ઉમેદવાર એસ. મોહનરાજ પણ હાજર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp