નાથુરામ ગોડસે વિશેના પોતાના નિવેદન બદલ સાધ્વી પ્રજ્ઞાએ દેશની જનતા પાસે માગી માફી

PC: indianexpress.com

મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવનારા નિવેદન પર પ્રજ્ઞા ઠાકુરે માફી માગી લીધી છે. રાત્રે 1 વાગ્યે કરવામાં આવેલા ટ્વિટમાં તેમણે કહ્યું, હું નાથૂરામ ગોડસે વિશે આપવામાં આવેલા મારા નિવેદન માટે દેશની જનતા પાસે માફી માગું છું. મારું નિવેદન એકદમ ખોટું હતું. હું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધઈજીનું ખૂબ જ સન્માન કરું છું. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી BJP ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આગર માલવા શહેરમાં રોડ શો દરમિયાન તેમને એક ઈન્ટરવ્યૂમાં નાથૂરામ ગોડસેને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, તેઓ દેશ ભક્ત હતા, છે અને રહેશે.

રોડ શો દરમિયાન પ્રજ્ઞા ઠાકુરને આ મામલે સવાલ પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, નાથૂરામ ગોડસે દેશ ભક્ત હતા, છે અને રહેશે. તેમને આતંકવાદી કહેનારા લોકો પોતે પોતાની અંદર જુએ, એવું બોલનારાઓને આ ચૂંટણીમાં જવાબ આપવામાં આવશે. ત્યારબાદ પ્રજ્ઞા ઠાકુરને પૂછવામાં આવ્યું હતું કે, શું તેઓ નાથૂરામ ગોડસેનું સમર્થન કરે છે, તો તેનો જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું. જોકે, નાથૂરામ ગોડસેવાળા નિવેદન પર BJP પ્રજ્ઞા ઠાકુર સાથે સહમત નથી. પ્રજ્ઞાએ પ્રદેશ અધ્યક્ષની માફી માગી અને તેમણે પોતાનું નિવેદન પાછું લઈ લીધું.

જણાવી દઈએ કે, પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે, ATS ચીફ કરકરેએ માલેગાંવ વિસ્ફોટ મામલાની તપાસ દરમિયાન તેમને યાતનાઓ આપી હતી અને તેમના શાપને કારણે જ કરકરેની 26/11 ના આતંકવાદી હુમલામાં મૃત્યુ થયું હતું. આ ઉપરાંત, તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે, 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદ વિધ્વંસ મામલામાં સામેલ હોવાને લઈને તેમને પોતાના પર ગર્વ છે. આ મામલા પર ચૂંટણી આયોગ પાસે સાધ્વી પ્રજ્ઞાએ દિવંગત IPS અધિકારી વિરુદ્ધ પોતાના નિવેદન બદલ માફી માગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp