26th January selfie contest

પ્રશાંત કિશોરના મતે કોણ બનશે પ્રધાનમંત્રી, જાણો

PC: newsjizz.com

ચૂંટણી જીતાડવામાં ચાણક્ય મનાતા અને 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના પ્રચારની કમાન સંભાળનારા પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, હાલના સમયને જોતા એવું લાગી રહ્યું છે કે, 2019માં વડાપ્રધાન ફરી નરેન્દ્ર મોદી બનશે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારનો આ પદ માટે કોઈ ચાન્સ ન હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું. હાલમાં બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારની નજીક મનાતા પોલિટીકલ સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરે આગાહી કરી છે કે આગામી લોકસભા ચૂંટણી બાદ મોદી જ ફરી વડાપ્રધાન બનશે. હાલમાં જનતાદળ (યુ)ના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે સ્પષ્ટ કહ્યુ હતુ કે, નિતિશ કુમારની વડાપ્રધાન બનવાની કોઈ શક્યતા નથી.નિતિશ કુમાર એનડીએના મોટા નેતા છે પણ વડાપ્રધાનના દાવેદાર  તરીકે તેમને જોઈ શકાય નહી પણ એનડીએની આગામી સરકારમાં નિતિશ કુમારની ભૂમિકા ખૂબ મહત્વની રહેશે. મહત્વપૂર્ણ છે કે,  થોડા દિવસો અગાઉ શિવસેનાના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે સાથેની મુલાકાત અંગે પ્રશાંત કિશોરે કહ્યું હતુ કે, હું શિવસેનાના આમંત્રણના પગલે ઠાકરેને મળવા ગયો હતો.તેમાં કશું જ ખોટુ નથી. કારણકે શિવસેના એનડીએનો સાથી પક્ષ છે. શિવસેના માટે ચૂંટણીની વ્યૂહરચના નક્કી કરવાની વાતનો પ્રશાંત કિશોરે ઈન્કાર કર્યો હતો. આ અગાઉ બિહારમાં ભાજપની હારમાં પણ પ્રશાંત કિશોરનું નામ સામે આવ્યું હતું અને 2014માં મોદીની જીતમાં પ્રશાંતને મુખ્ય ચહેરો ગણવામાં આવ્યો હતો. 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp