આર્ટિકલ 370 મુદ્દે પ્રિયંકા ગાંધીએ ચૂપ્પી તોડી

PC: cloudfront.net

કાશ્મીરમાંથી ભારત સરકારે 370ની કલમ હટાવી દીધી પછી કોંગ્રેસમાં બે ફાડચા જોવા મળ્યા હતા. તો કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી ઘણા સમયથી ચૂપ હતા. જોકે આજે તેમણે કાશ્મીર બાબતે પોતાની ચુપકી તોડી છે. અને મીડિયા સમક્ષ કહ્યું છે કે સરકારે કાશ્મીરમાં જે કંઈ કર્યું એ અસંવૈધાનિક છે અને લોકતંત્રના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.

પ્રિયંકા ગાંધી આજે સોનભદ્રના ઉમ્ભા ગામના એક દિવસીય દૌરા પર હતા ત્યારે તેમણે આ પ્રતિક્રિયા આપી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે કાશ્મીરમાં સરકારે જે કંઈ કર્યું છે એ નિયમોની વિરુદ્ધ જઈને કર્યું છે. જોકે કાશ્મીર મુદ્દે એવું પહેલી વખત બન્યું છે કે કોંગ્રેસના આગલી હરોળના નેતાઓ ભાજપ સરકારના નિર્ણયનું સમર્થન કરી રહ્યા છે.

દિગ્ગજ કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા તેમજ સોનિયા ગાંધીના કરીબી જનાર્દન દ્વિવેદીએ કાશ્મીર મુદ્દે ભારત સરકારનું સમર્થન કર્યું હતું. જોકે આ મુદ્દે પણ પ્રિયંકા ગાંધીને સવાલ કરાયા હતા. તો તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કાશ્મીર મુદ્દે કોંગ્રેસમાં બે ફાંટા નથી પડ્યા અને કોંગ્રેસના બધા નેતાનું વલણ એક જ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp