પ્રિયંકા ગાંધીનો રોડ શો, દેશના ચોકીદારે ગરીબોના પૈસા ચોર્યા છેઃ રાહુલ ગાંધી

PC: lbimg.in.com

લગભગ 2 અઠવાડિયા પહેલા પ્રિયંકા ગાંધીને કોંગ્રેસની મહાસચિવ બનાવવામાં આવી છે. ત્યારથી કોંગ્રેસ પાર્ટીમાં નવો જોશ જોવા મળી રહ્યો છે. આજે પ્રિયંકાએ લખનઉમાં મહાસચિવ બન્યા બાદ પહેલા રોડ શોનું આયોજન કર્યું હતું. રોડ શો શરૂ થવાના થોડાં કલાક પહેલા જ પ્રિયંકાએ ટ્વિટર પર પોતાનું ઓફિશિયલ અકાઉન્ટ બનાવ્યુ છે અને જોતજોતામાં તેના 60000 ફોલોઅર્સ પણ થઈ ગયા છે. બપોરે આશરે 1 વાગ્યાની આસપાસ પ્રિયંકાના રોડ શોની શરૂઆત થઈ હતી. જેમાં પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે એક ખુલ્લા ટ્રકમાં સવાર થયા હતા. એરપોર્ટથી પાર્ટી ઓફિસની વચ્ચે 12 કિમી સુધી રોડ શોમાં 18 જગ્યાએ રોકાશે અને 2 જગ્યાઓએ પ્રિયંકા ગાંધીનું ભાષણ થશે.

પ્રિયંકા ગાંધીના રોડ શો દરમિયાન લોકોએ ચોકીદાર ચોર હૈના નારા પણ લગાવ્યા હતા. એરપોર્ટથી કોંગ્રેસ ઓફિસ સુધીના આ રોડ શો દરમિયાન પ્રિયંકા અને રાહુલ ગાંધીએ રાફેલ વિમાન બતાવ્યુ હતુ. પ્રિયંકા ગાંધીના રોડ શો દરમિયાન તેમના પતિ રોબર્ટ વાડ્રાએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. રોબર્ટ વાડ્રાએ સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવતા લખ્યુ હતુ, તું એક સાચી મિત્ર, પરફેક્ટ વાઈફ અને મારા બાળકો માટે બેસ્ટ મા સાબિત થઈ. આજના દિવસે દુર્ભાગ્યપુર્ણ રાજકીય માહોલ છે, મને ખબર છે તું તારી જવાબદારીને યોગ્યરીતે નિભાવશે. હું પ્રિયંકાને દેશના હવાલે કરું છું, ભારતની જનતા તેનું ધ્યાન રાખજો.

રોડ શો દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, અધ્યક્ષ રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ હાથ હલાવીને લોકોનું અભિવાદન કર્યું હતું. રોડ શોમાં 7 લોકોએ પોતાના શરીર પર લખ્યુ હતુ, ચોકીદર ચોર હૈ. રોડ શો દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરતા કહ્યુ હતુ કે, દેશના ચોકીદારે ગરીબોના પૈસા ચોર્યા છે. કાલનું હિંદુ પેપર વાંચો, તેમાં લખ્યુ છે નરેન્દ્ર મોદીએ અનિલ અંબાણીને 30 હજાર કરોડનો ફાયદો પહોંચાડ્યો છે. ઉત્તર પ્રદેશ આ દેશનું હૃદય છે. અમે અહીંથી ફ્રન્ટ ફુટ પર રમીશું, જ્યાં સુધી અહીં કોંગ્રેસની વિચારધારાની સરકાર નહીં બનશે ત્યાં સુધી અમે અહીં રહીશું. તમામ લોકોનો હું દિલથી આભાર વ્યક્ત કરવા માંગુ છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp