સોનિયા ગાંધીના મતક્ષેત્રની અદિતિએ કોંગ્રેસ છોડ્યા પછી પ્રિયંકા પર નિશાન તાક્યું

PC: https://www.business-standard.co

ઉત્તર પ્રદેશ રાયબરેલી સદરની ધારાસભ્ય અદિતિ સિંહે કોંગ્રેસનો દામન છોડીને ભાજપની કંઠી બાંધવાની સાથે જ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું છે. અદિતિએ કહ્યુ કે જો પ્રિંયકાને એવું લાગતું હોય કે જે કાયરો હોય તો કોંગ્રેસ છોડીને જાય છે તો મારે એમ કહેવું છે કે તો શું આખો દેશ કાયરોને દેશ છે?. 17મી વિધાનસભામાં સૌથી યુવાન વયની ધારાસભ્ય અદિતિએ કહ્યું હતુ કે હું યોગી આદિત્યનાથ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યશેલી પ્રભાવિત થઇને ભાજપમાં આવી છું.

 કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલી અદિતિ સિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે મારા વિસ્તારમાં પહેલાંની જેમ જ કામ કરતી રહીશ. જયારે તેમને પુછવામાં આવ્યું કે પ્રિયંકા ગાધી તો એવું કહે છે કે જે કોંગ્રેસ છોડીને જાય તે કાયર છે. તો અદિતિએ કહ્યું હતું કે  તો શુ હિંદુસ્તાન કાયરોનો દેશ છે? મહિલા ધારાસભ્યનો કહેવાનો મતલબ એ હતો કે આખા દેશમાંથી લોકો કોંગ્રેસના સાથ છોડી રહ્યા છે.

 અદિતિ સિંહને જયારે પત્રકારોએ પુછ્યું કે કોના પ્રભાવમાં આવીને તમે ભાજપમાં જોડાયા છો. તો અદિતિએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યાનાથની કામ કરવાની શૈલીથી પ્રભાવિત થઇને ભાજપમાં આવવોના નિર્ણય લીધો.

 મહિલા ધારાસભ્યએ કહ્યું કે હું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યશેલીથી પ્રભાવિત છું, કારણ કે તેઓ 18 કલાક સુધી કામ કરતા રહે છે. આ વાત હું મારા પિતા પાસેથી પણ શીખી છું કે મહેનત જીવનમાં ખુબ જરૂરી છે અને હું પણ મહેનત કરતી રહીશ અને પ્રિયંકા ગાંધી સામે પ્રચાર કરીશ.

 અદિતિ સિંહને જયારે પુછવામાં આવ્યું કે પ્રિયંકા ગાંધી લગાતાર મહિલાઓના હિતની જાહેરાત કરી રહી છે, એવામાં એક મહિલા ધારાસભ્ય કોંગ્રેસ છોડીને જાય તો કેટલું નુકશાન થશે? અદિતિ સિંહે કહ્યું કે હું પહેલી એવી મહિલા નથી જે કોંગ્રેસ છોડીને જઇ રહી હોય. મને તો એવું લાગે છે કે કોંગ્રેસ હવે ખાલી થઇ ગઇ છે. કોંગ્રેસની નીતિઓમાં ખામી છે એટલે  લોકો કોંગ્રેસથી નાતો તોડી રહ્યા છે.

 અદિતીએ પ્રિયંકા ગાંધી માટે કહ્યું હતું કે જો તેમના દિલમાં ખરેખર ખેડુતોનું હિત વસેલું હતે તો કૃષિકાયદા રદ થયા તેનાથી તેમણે ખુશ થવું જોઇતું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp