પ્રિયંકાએ 17 વર્ષની વયથી પ્રચાર શરૂ કરેલો, ચૂંટણી લડતા 35 વર્ષ લાગ્યા

PC: facebook.com/priyankagandhivadra

કોંગ્રેસ નેતા અને વાયનાડના સાસંદ પ્રિયંકા ગાંધી વાડ્રા 52 વર્ષના છે અને તેમે 28 નવેમ્બરે લોકસભામાં સાસંદ તરીકે શપથ ગ્રહણ કર્યા. પ્રિયંકાએ બંધારણ પર હાથ રાખીને શપથ લીધા હતા. પરંતુ એ વાતની ચર્ચા છે કે પ્રિયંકા ગાંધીએ 17 વર્ષની ઉંમરથી કોંગ્રેસ પાર્ટીમાં પ્રચારની શરૂઆત કરી દીધેલી અને આજે 52 વર્ષના થઇ ગયા છે તો ચૂંટણી લડવામાં પ્રિયંકાને 35 વર્ષ કેમ લાગી ગયા?

પ્રિયંકા ગાંધી જ્યારે 12 વર્ષના હતા ત્યારે દાદી ઇંદિરા ગાંધીની હત્યા થઇ હતી અને જ્યારે પ્રિયંકા 19 વર્ષના હતા ત્યારે પિતા રાજીવ ગાંધીની હત્યા થઇ હતી. પ્રિયંકાએ એ પછી માતા સોનિયા માટે પ્રચાર પર ધ્યાન આપ્યું હતું.

પ્રિયંકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, રાહુલ ગાંધીને આગળ વધારવા માટે પોતે ચૂંટણી નહોતા લડ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp