હાર્દિકમાં સરદારનો DNA: શક્તિસિંહનાં સ્ટેટમેન્ટ સામે ચોમેરથી વિરોધ

PC: wefornews.com

કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવકતા અને ગુજરાતનાં નેતા શક્તિસિંહ ગોહીલે સીડીકાંડ બાદ વિવાદાસ્પદ પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલનો બચાવ કરતા નિવેદનમાં હાર્દિકની સરખામણી સરદાર પટેલ સાથે કરતા ચોમેરથી વિરોધનો વંટોળ ઉભો થયો છે.

ભાજપનાં કાર્યકરોએ રાજકોટમાં શક્તિસિંહ ગોહીલના પૂતળા બાળ્યા હતા અને શક્તિસિંહ વિરુધ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ હવે બેકફુટ પર આવી ગઈ છે. એક પછી એક સેક્સ સીડી બહાર આવી છે ત્યારે કોંગ્રેસની હાલત સાપે છછૂંદર ગળ્યા જેવી બની છે. કોંગ્રેસને સૂઝ પડી રહી નથી કે હવે શું કરે. આ સ્થિતિમાં શક્તિસિંહ ગોહીલે હાર્દિક પટેલનો બચાવ કરી કહ્યું કે છે કે હાર્દિક પટેલમાં સરદાર પટેલનો ડીએનએ છે.

ભાજપે ડિમાન્ડ કરી છે કે શક્તિસિંહ સાબિત કરી બતાવે કે હાર્દિક પટેલમાં કેવી રીતે સરદાર પટેલનો ડીએનએ છે. શક્તિસિંહે નૈતિક મૂલ્યો અને સામાજિક સિધ્ધાંતો પર ક્રુર હુમલા કર્યા છે. શક્તિસિંહ ગોહીલે માફી માંગવી જોઈએ. શક્તિસિંહે એક યુવાનની સરદાર પટેલ સાથે સરખામણી કરી પોતાની નિમ્ન માનસિકતાનું પ્રદર્શન કર્યું અને સરદાર પટેલનું અપમાન કર્યું છે.

ભાજપનાં ધારાસભ્ય ગોવિંદ પટેલે કહ્યું કે શક્તિસિંહે ડીએનએ સાથે જોડીને તુલના કરી છે તેનો અમે વિરોધ કરીએ છીએ. કોંગ્રેસ ભૂતકાળમાં પણ સરદારની વિરુધ્ધમાં હતી હવે કોંગ્રેસની માનસિકતા છતી થઈ રહી છે. હાર્દિકનાં મિત્રોએ જ તેની કામલીલા બહાર પાડી છે. સમાજ એનો જવાબ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp