જનતા 22 વર્ષના છોકરાની નહીં, 22 વર્ષમાં થયેલા વિકાસની CD જોવા માગે છે

15 Nov, 2017
02:31 PM
PC: twitter.com/hardikpatel_

પાટીદાર અનામત આંદોલનની માગણી કરનાર અને ભાજપને પાડી દેવા નીકળેલા હાર્દિક પટેલની સેક્સ CD બહાર આવ્યા બાદ ગુજરાતના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. મંગળવારની રાતે હાર્દિકે પટેલે આ મુદ્દે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે પ્રજાને 22 વર્ષના યુવકની CD કરતા ગુજરાતના વિકાસની CDમાં જોવામાં રસ છે. હાર્દિક પટેલની CD અંગે ભાજપ અને હાર્દિકના જૂના સાથી અશ્વીને સ્પષ્ટતા કરી છે કે આ CD તેમણે જાહેર કરી નથી.

હાર્દિક પટેલની CD જાહેર થતાં હમણાં સુધી ગુજરાતના વિકાસ અને ભાજપના કામોની ચર્ચા થઈ રહી હતી, પણ CD પછી હાર્દિકના ચારિત્રને લઈ ચર્ચા શરૂ થઈ છે. આમ ભાજપ અથવા હાર્દિકના વિરોધીએ એક તબ્બકે ભાજપ વિરૂદ્ધ થઈ રહેલા પ્રચારને રોકવા માટે એક તબ્બકે તો સફળ થયા છે. પણ આ મુદ્દે હાર્દિક ભરૂચ પાસે આવેલા સરભાણા ખાતે દસ ગામોના લોકોને સંબોધવા પહોંચ્યો હતો, CD પ્રકરણ પછી આ પહેલી જાહેર સભા હતી, આમ છતાં મોટી હજારોની સંખ્યામાં લોકો  હાર્દિકની સભામાં ઉમટયા હતા.

હાર્દિકને CD અને ભાજપનો ઉલ્લેખ કર્યા વગર કહ્યુ હું હા હું ખોટો જ છુ, તમે માની લો, તમને મોકો મળે તો મને ખતમ કરી નાખજો, પણ લડાઈ અનામત અને અત્યાચાર સામેના અધિકારની છે. હું કંઈ જ કરતો નથી. પણ સમાજ અને રાજ્યના ભવીષ્ય માટે હું તો નિમિત્ત બન્યો છુ, વાત ખેડૂતો બેરોજગારોની છે તે મુદ્દે સરકાર કઈ જ કરતી નથી.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: