કાફલા સાથે ટોલ ટેક્સ આપ્યા વગર નીકળ્યા UP BJP અધ્યક્ષ

17 Sep, 2017
01:33 PM
PC: twitter.com/DrMNPandeyMP

ઉત્તર પ્રદેશના BJP અધ્યક્ષ અને ચંદોલીના સાંસદ મહેન્દ્ર નાથ પાંડે વિવાદમાં ફસાયા છે. મહેન્દ્ર નાથ આગ્રા પોતાના એક પ્રવાસે ગયા હતા અને તેમની સાથે કારનો કાફલો પણ હતો. જ્યારે તેઓ ટોલનાકા પર પહોંચ્યા ત્યારે ટોલકર્મીએ ટોલ માગ્યો હતો, જેના જવાબમાં મહેન્દ્ર નાથે કહ્યું હતું કે, હું સાંસદ છું અને ટોલ ફ્રી છું. પરંતુ વિવાદ ત્યારે ઊભો થયો કે, તેમની સાથે કાફલામાં હાજર કાર પણ ટોલ આપ્યા વગર જ પસાર થઈ હતી. આ અંગે મહેન્દ્ર નાથને પૂછતા તેમણે કોઈ જવાબ મીડિયાને આપ્યો નહોતો.