રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ મુલતવી રહ્યો

PC: thequint.com

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 16 અને 17 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવવાના હતા પરંતુ અમરેલી અને ભાવનગરમાં વરસાદના કારણે સ્થાનિક વિસ્તારોની હાલત ખરાબ હોવાના કારણે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ મુલતવી રાખવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં જે જગ્યાની મુલાકાત રાહુલ ગાંધી દ્વારા કરવાના હતા, તે વિસ્તારમાં ભારે વરસાદના કારણે રાહુલ ગાંધીએ તેનો ગુજરાત પ્રવાસ મુલતવી રાખ્યો છે. રાહુલ ગાંધી અમરેલીમાં આવેલા ધારી ગામની મુલાકાત લીધા બાદ ગીરમાં આવેલા ગામના લોકોની મુલાકાત લેવાના હતા પરંતુ ભારે વરસાદના કારણે આ પ્રવાસ મુલતવી રહ્યો છે. રાહુલ ગાંઘીના ગુજરાત પ્રવાસની નવી તારીખ પાછળથી જાહેર કરવામાં આવશે.

વર્ષ 2019ની લોકસભા ચુંટણી જીતવા તમામ રાજકીય પક્ષો મેદાને ઉતર્યા છે અને ચુંટણીલક્ષી તખ્તો, એજન્ડા તૈયાર કરવામાં જુટાઈ ગયા છે. તાજેતરમાં ગાંધીનગરના કમલમ્ ખાતે ભાજપની ચિંતન બેઠક મળી હતી. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ખાસ હાજરી આપી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનોને માર્ગદર્શન પુરુ પાડયું હતું. તેમજ ગુજરાતની લોકસભાની 26 બેઠક પર ફરી ભગવો લહેરાવવા ખાસ વ્યુહરચના પર વિચાર વિમર્શ કર્યો હતો. ભાજપના અમિત શાહ બાદ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાત ભલે અત્યારે મુલતવી રહી, પરંતુ નજીકના ભવિષ્યમાં તેઓ ગુજરાત પ્રવાસે આવશે.

રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લઈ રાજ્યની લોકસભાની તમામ 26 બેઠકો જીતવા કાર્યકર્તાઓને દિશા-સુચન કરશે. ગુજરાતના AICC ઈનચાર્જ રાજીવ સાતવ, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને અન્ય કોંગી આગેવાનોએ નવા ચુંટાયેલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ ધારાસભ્યો સાથે ખાસ મીટિંગ યોજી હતી અને આગામી લોકસભા ચૂંટણી જીતવાના લક્ષ્ય સાથે વિવિધ એજન્ડા પર ચર્ચા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp