રાહુલ ગાંધીએ અયોધ્યા ચૂકાદા મામલે આપ્યું પોતાનું નિવેદન

PC: dnaindia.com

અયોધ્યા ચૂકાદા મામલે PM નરેન્દ્ર મોદી, અમિત શાહ બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે અયોધ્યા મુદ્દા પર પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. કોર્ટના આ ફેંસલાનું સન્માન કરતા આપણે બધાને પરસ્પર સદભાવ બનાવી રાખવાનો છે. આ સમય આપણા બધા ભારતીયો વચ્ચે બન્ધુત્વ, વિશ્વાસ અને પ્રેમનો છે.

અયોધ્યા ચૂકાદા બાદ PM નરેન્દ્ર મોદીએ કહી આ વાત

અયોધ્યાના ચૂકાદા બાદ પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ નિવેદન આવી ગયું છે. PM મોદીએ ટ્વીટ કરીને ચૂકાદા બાદ કહ્યું હતું કે, દેશની સર્વોચ્ય ન્યાયાલયે અયોધ્યા પર પોતાનો ફેંસલો સંભળાવી દીધો છે. આ ફેંસલાને કોઇ હાર કે જીતના રૂપમાં ન જોવો જોઇએ. રામભક્તિ હોય કે રહીમભક્તિ. આ સમય આપણા બધા માટે ભારતભક્તિની ભાવનાને અશક્ત કરવાનો છે. દેશવાસીઓને મારી અપીલ છે કે શાંતિ, સદભાવ અને એકતા બનાવી રાખે.

PMએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો આ ફેંસલો ઘણા કારણોથી મહત્ત્વપૂર્ણ છે. આ દર્શાવે છે કે કોઇ વિવાદ સોલ્વ કરવામાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન કેટલું મહત્ત્વનું હોય છે. દરેક પક્ષને પોત-પોતાની દલીલ રાખવાનો પૂરતો સમય અને તક આપવામાં આવી હતી. ન્યાયના મંદિરે દશકો જૂના મામલે સૌહાર્દપૂર્ણ રીતે સમાધાન કરી દીધું.

ત્રીજી ટ્વીટમાં PMએ કહ્યું હતું કે, આ ફેંસલો ન્યાયિક પ્રક્રિયાઓમાં જન સામાન્યના વિશ્વાસને વધુ મજબૂત કરશે. આપણે દેશની હજારો વર્ષ જૂની ભાઇચારાની ભાવનાને અનુરૂપ આપણે 130 કરોડ ભારતોને શાંતિ અને સંયમનો પરિચય આપવાનો છે. ભારતના શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વની અંતર્નિહિત ભાવનાનો પરિચય આપવાનો છે.

અયોધ્યા ચૂકાદા બાદ અમિત શાહની પ્રતિક્રિયા

અયોધ્યા જમીન વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટે શનિવારના રોજ ફેંસલો સંભળાવ્યો હતો. આ ફેંસલા બાદ અનેક રાજનેતાઓના નિવેદન સામે આવ્યા હતા, જેમાં હોમ મિનિસ્ટર અમિત શાહનો પણ સમાવેશ થાય છે. આ નિર્ણય બાદ અમિત શાહે આ ફેંસલાનું સ્વાગત કર્યું હતું.

તેમણે ટ્વીટર પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, શ્રીરામ જન્મભૂમિ પર સર્વસમ્મતિથી આવેલા સુપ્રીમ કોર્ટના ફેંસલાનું સ્વાગત કરું છું. હું તમામ સમાજ અને ધર્મના લોકોને અપીલ કરું છું કે આપણે આ નિર્ણયને સહજતાથી સ્વીકારતા શાંતિ અને સૌહાર્દથી પરિપૂર્ણ એક ભારત-શ્રેષ્ઠ ભારતના આપણા સંકલ્પ પ્રત્યે કટિબદ્ધ રહીએ.

બીજી ટ્વીટમાં અમિત શાહે કહ્યું હતું કે, દશકોથી ચાલ્યા આવેલા શ્રી રામ જન્મભૂમિના કાયદાકીય વિવાદને આજે આ નિર્ણયથી અંતિમ રૂપ મળ્યું. હું ભારતની ન્યાય પ્રક્રિયા અને તમામ ન્યાયમૂર્તિઓને અભિનંદન પાઠવું છું. શ્રી રામ જન્મભૂમિ કાયદાકીય વિવાદ માટે પ્રયાસરત તમામ સંસ્થાઓ, સમગ્ર દેશના સંત સમાજ અને અસંખ્ય અજ્ઞાત લોકો જેમણે વર્ષો સુધી આનો પ્રયાસ કર્યો તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. વધુમાં અમિત શાહે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલો આ ઐતિહાસિક નિર્ણય પોતાનામાં એક મીલનો પથ્થર સાબિત થશે. આ નિર્ણય ભારતની એકતા, અખંડતા અને મહાન સંસ્કૃતિ તરફ બળ પ્રદાન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp