બોલો, કોંગ્રેસને રાહુલ ગાંધી હજુ પરિપકવ લાગતા નથી, પ્રમુખપદમાં વિલંબ

14 Nov, 2017
10:31 PM
PC: facebook.com/rahulgandhi

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી રાજકારણમાં હજી પરિપક્વ થયા નથી તેવું કોંગ્રેસ અધ્યક્ષા અને તેમના માતા સોનિયા ગાંધીને લાગતાં રાહુલના પ્રમુખપદની વરણીમાં વિલંબ થઇ રહ્યો છે. હાલની સ્થિતિ જોતાં એવું લાગતું નથી કે રાહુલ ગાંધીને પ્રમુખપદનો તાજ પહેરાવવામાં આવી શકે. સંભવ છે કે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી બાદ તેમની તાજપોશી થઇ શકે છે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત અને હિમાચલની ચૂંટણી પહેલાં કોંગ્રેસના પ્રમુખ બની જશે તેવી અટકળો વહેતી થઇ હતી. કોંગ્રેસના સિનિયર નેતાઓએ પણ તેનો અંદેશો આપી દીધો હતો પરંતુ હિમચલ પ્રદેશની ચૂંટણી તો પૂર્ણ થઇ છે અને ગુજરાતની ચૂંટણી માટે તૈયારી શરૂ કરવામાં આવી હોવાથી કોંગ્રેસના નેતાઓને હવે નવી વરણી કરવાનો સમય મળી શકે તેમ નથી તેથી આ નિયુક્તિ વિલંબમાં પડી હોવાનું જાણવા મળ્યું છે.

હાલ તો કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ક્યારે મળશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી ત્યારે કોંગ્રેસના વિરિષ્ઠ નેતાઓ કહી રહ્યા છે હવે રાહુલને ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ જ પ્રમુખપદ પર બેસાડવામાં આવશે. રાહુલનો રાજ્યભિષેક પાછળ ઠેલાયો હોવાનું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે કેટલાય કોંગ્રેસી નેતાઓએ રાહુલ ગાંદી દિવાળી બાદ અને ગુજરાત-હિમાચલની ચૂંટણી પહેલા કોંગ્રેસની કમાન હાથમાં લેશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.

કોંગ્રેસના એક નેતાનું કહેવું છે કે પાર્ટીએ ઇલેક્શન કમિશનને આપેલી અંતિમ તારીખ ડિસેમ્બરની આખર છે ત્યારે વધુ મોડુ કરવું હિતાવહ નથી. કેમ કે જો ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો ધાર્યા કરતા અલગ આવ્યા તો પાર્ટીમાં રાહુલની નેતાગીરી સામે ફરી એકવાર સવાલ ઉઠી શકે છે અને ત્યાર બાદ માત્ર 12 દિવસમાં આંતરીક ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવી થોડી અધરી થઇ પડશે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: