બેંકની નહીં, આ પાર્ટીના સાંસદ તિજોરી છે, ઘરમાં એટલી રોકડ મળી કે ગણવી મુશ્કેલ
ઝારખંડમાં કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ ધીરજ સાહૂના આવાસો પરથી ભારે માત્રાના રોકડ જપ્ત કરવામાં આવી છે. નોટોથી ભરેલો એક કબાટ તો એવો મળ્યો, જેને જોઈને તમને લાગશે કે આ કોઈ બેંકની તિજોરી છે. કુલ રોકડ કેટલી છે એ અત્યારે સામે આવ્યું નથી. નોટોની ગણતરી અત્યારે ચાલી રહી છે. રાંચી અને લોહરદગા સ્થિત સાંસદના આવાસ સહિત 5 જગ્યાઓ પર બુધવારે ઇનકમ ટેક્સ વિભાગની છાપેમારીમાં આ રોકડ જપ્ત કરવામાં આવી છે.
રાંચીના રેડિયમ રોડ સ્થિત આવાસ સુશીલ નિકેતન સિવાય ઓરિસ્સાના બલાંગીર, સંબલપુર અને કાલાહાંડીમાં એક એક આવાસ પર છાપેમારી કરવામાં આવી હતી. રાંચીના રેડિયમ રોડ સ્થિત તેમના આવાસ પર કામ કરવા પહોંચેલા કર્મચારીઓને પણ ઇનકમ ટેક્સ વિભાગના અધિકારીઓને મોકલી દીધા. લોહરદગા સ્થિત આવાસ પર પણ ઇનકમ ટેક્સ વિભાગની ટીમે કાગળો શોધ્યા. આ દરમિયાન કોઈને અંદર જવાની મંજૂરી નહોતી. સવારથી લઈને મોડી રાત સુધી ઇનકમ ટેક્સ વિભાગની ટીમ કાગળો શોધવામાં લાગેલી રહી.
મીડિયા રિપોર્ટ મુજબ, ઇનકમ ટેક્સ વિભાગની ઓરિસ્સા ટીમની આગેવાનીમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. કોલકાતાની ટીમ પણ સહયોગ કરી રહી છે. બુધવારે વહેલી સવારે ઇનકમ ટેક્સ વિભાગના અધિકારીઓની ટીમ લોહરદગા અને રાંચી સ્થિત આવાસ પહોંચી. ઝારખંડના લોહરદગાના રહેવાસી ધીરજ સાહૂ કોંગ્રેસના જૂના નેતા છે. વર્ષ 1977માં વિદ્યાર્થી નેતાના રૂપમાં ઝારખંડના રૂપમાં રાજનીતિની શરૂઆત કરનારા ધીરજ સાહૂ બીજી વખત રાજ્યસભાના સાંસદ છે.
આ અગાઉ તેઓ વર્ષ 2010-2016 સુધી પણ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ રહ્યા. વર્ષ 2018માં તેમણે ઝારખંડમાં વિપક્ષના જોઇન્ટ ઉમેદવાર તરીકે જીત હાંસલ કરી હતી. સાહૂ વર્ષ 2003-05 સુધી પ્રદેશ કોંગ્રેસ કમિટીના સભ્ય પણ રહ્યા છે. રાજગઢમાં રુંગટાના આવાસો પર ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની છાપેમારી ચાલી રહી છે. કંપનીનો રાજગઢ જિલ્લાના ઘુટૂઆ સ્થિત હેહલા, સિરકા, કુજૂના કારમા અને સારુબેરામાં આયર પ્લાન્ટ છે.
તેના ઘુટૂઆ સ્થિત હેહલા એ સિવાય સહિત રામગઢ કાર્યાલયમાં છાપેમારીની કાર્યવાહી ચાલી રહી છે. અત્યાર સુધીની જાણકારી મુજબ હેસલામાં 4 ગાડીથી અધિકારી અંદર ગયા. ગેટ પર અંદરથી પોલીસનો પહેરો ગોઠવી દીધો. ગુરુવારે સવારે લગભગ 7:00 વાગ્યાથી શરૂ થયેલી છાપેમારીથી હાહાકાર મચી ગયો છે. હાલમાં કોઈ પણ કંઈ બતાવવા આગળ આવ્યું નથી. સ્થાનિક અધિકારીઓને પણ કોઈ જાણકારી આપવામાં આવી નથી. મીડિયાના પ્રવેશ પર પણ રોક લગાવી દીધી છે. અગાઉ પણ કંપનીના પ્લાન્ટ અને કાર્યાલયમાં ઘણી વખત છાપેમારી થઈ ચૂકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp