ગુજરાત વિધાનસભામાં વરવા દૃશ્યો, ગુજરાતીઓના રિએકશન જાણો

PC: khabarchhe.com

આજે ગુજરાત વિધાનસભામાં વરવા દ્રશ્યો સર્જાયા છે. ધારાસભ્યો વચ્ચે છુટ્ટા હાથની મારમારી થઈ છે. સમગ્ર ગુજરાતમાં આના ભારે પડઘા પડ્યા છે. ગુજરાતીઓએ આ માટે સરકાર અને વિપક્ષ એમ બન્નેને સરખી રીતે આડા હાથે લીધા છે. સરકારને એટલા માટે આડે હાથે લીધી છે કે ગૃહમાં સરકાર જે કંઈ પણ કહે છે તે પ્રમાણે કામ થતા નથી અને વિપક્ષને એટલા માટે આડે હાથે લીધો છે કે સરકાર પાસેથી કામ લેવામાં તે નિષ્ફળ જઈ રહ્યો છે.

દશરથ ઠાકોરે કહ્યું કે ગુજરાત વિધાનસભામાં જે કંઈ પણ બન્યું તેના માટે જે કોઈ પણ જવાબદાર હોય તેને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ, જેથી કરીને બીજી વાર કોઈ આવું પગલું ન ભરે. આવા લોકો શું પ્રજાના કામ કરવાના.

સુજલ પટેલે કહ્યું કે ધારાસભ્યોએ વિધાનસભાને સન્માન આપવું જોઈએ. સરકાર અને વિપક્ષ બન્ને આ ઘટના માટે સરખી રીતે જવાબદાર છે. સરકારે પ્રજા સમક્ષ સાચી માહિતી મૂકવાની હોય છે અને વિપક્ષનું કામ છે સરકાર પાસેથી જવાબ માંગવાનો.

ગાંધીનગરનાં મયુર પસ્તાગીયાએ કહ્યું કે સરકાર સારું જ કામ કરી રહી છે. પરંતુ વિપક્ષ દ્વારા રોડા નાંખવામાં આવી રહ્યા છે. આ જરાય ચલાવી લેવાય એમ નથી.

ગીતાબેન ગોધરાવાળાએ કહ્યું કે આસારામના અમદાવાદ ખાતેના આશ્રમમાં બે બાળકોના મૃત્યુ અંગે સરકારે જવાબ આપવાનો રહે છે. સરકારે આ કેસમાં શું કર્યું તેનો જવાબ પ્રજા જાણવા માંગે છે. જિગ્નેશ મેવાણીને બોલતા અટકાવી દેવાય તે અયોગ્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp