LRD ભરતી બાબતે હર્ષ સંઘવીએ કહ્યું, લાયકાત હશે- કેપેસિટી હશે તેને જ ચાન્સ મળશે

PC: facebook.com/sanghaviharsh

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ LRD અને PSI ભરતી બાબતે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભરતીમાં સંપૂર્ણ પારદર્શિતા રાખવામાં આવશે. સાથે જ તેમણે ઉમેદવારોને કોઈપણ એજન્ટના ચક્કરમાં ન પડવા માટેની અપીલ કરી છે. આ ઉપરાંત, હર્ષ સંઘવીએ મેરીટના આધારે જ ભરતી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી સુરતમાં LRDના ઉમેદવારોની સાથે મેદાન પર મુલાકાત કરી હતી. ઉમેદવારોની સાથે મુલાકાત કર્યા બાદ તેમણે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ ભરતી એકદમ પારદર્શક કરવામાં આવી રહી છે. જે પ્રકારે ભૂતકાળથી એટલે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયથી જ ભરતી પ્રક્રિયા પારદર્શક છે. કોઈપણ પ્રકારના એજન્ટની વાતમાં આવીને ઉમેદવારે દોઢ-દોઢ મહિનાથી મહેનત કરી છે તે મહેનત પાણીમાં ન જાય. ગુજરાત પોલીસની એક-એક ટીમની તમામ જિલ્લાઓમાં ઉમેદવારોથી લઇને આ પ્રકારના લોકો પર નજર છે અને આ પ્રકારની કોઈપણ માહિતી કોઈપણ ઉમેદવાર આ પ્રકારનો પ્રયત્ન કરે છે તો તેને કરેલી મહેનત નિષ્ફળ થઇ શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મહેનત કરતા યુવાનોએ જોઈએ મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે, જે પ્રકારે ગુજરાત પોલીસમાં ભૂતકાળમાં ગુજરાત પોલીસ પરિવારના એક-એક સભ્યએ ગુજરાતની અસ્મિતા જાળવવા માટે અને દેશમાં ગુજરાતને શાંતિ-સલામતી અને સુરક્ષામાં દેશમાં અવ્વલ નંબર પર રાખનાર પોલીસ પરિવારના સભ્યોની મહેનત છે તેને આ નવી જનરેશન વધારે આગળ વધારશે તે પ્રકારે મને તેમના ચહેરાઓમાં સપના દેખાયા છે.

ઉમેદવારોની મુલાકાત કરીને તેમણે કહ્યું હતું કે, જે ગલીએ ગલીએ ફરતા હોય અને કહેતા હોય કે હું તમને આ રીતે ભરતી કરાવી આપીશ. પણ હું આજે રાજ્યના ગૃહમંત્રી તરીકે આપ સૌને વિનંતી કરવા માટે આવ્યો છું કે ભરતીના જે નિયમ છે તે બે પ્રકારના બનાવવામાં આવ્યા છે. એટલે જેમની લાયકાત હશે અને કેપેસિટી હશે તેમને જ ભરતીમાં ચાન્સ મળશે. તેના સિવાયના એકપણ દૂષણને હું ભરતીની અંદરની ઘૂસવા નહીં દઉ. આ 28000ની ભરતીમાં હું તમને વાયદો આપવા માટે આવ્યો છું કે, એકપણ જેણે લાયકાત મેળવી નહીં હોય તેને ઘૂસવા નહીં દઉં. ભલે પછી તે કોઈ પણ હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp