BJP ભલે 200 વર્ષ રાજ કરે, કાશ્મીરમાંથી ધારા 370 નહીં હટાવી શકશેઃ ગુલામ નબી આઝાદ

PC: news18.com

લોકસભા ચૂંટણીના સંકલ્પ પત્રમાં BJPએ કાશ્મીરમાંથી ધારા 370 હટાવવાની વાત કહી છે. આ અંગે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પાર્ટીનો પક્ષ રજૂ કર્યો છે. ધારા 370ના મુદ્દા પર કોંગ્રેસ ખુલીને સામે આવી ગઈ છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, જ્યાં સુધી કોંગ્રેસ છે ત્યાં સુધી કાશ્મીરમાં ધારા 370 કોઈ નહીં હટાવી શકે. આઝાદે કહ્યું હતું કે, BJP 200 વર્ષ પણ સરકારમાં રહે, તો પણ ધારા 370 હટાવી નહીં શકશે.

કાશ્મીરમાં ધારા 370ના સવાલ પર નેશનલ કોન્ફ્રન્સ અને PDPની પાછળ રહીને બેટિંગ કરી રહેલી કોંગ્રેસ હવે ખુલીને સામે આવી ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે અનંતનાગમાં કહ્યું હતું કે, જ્યાં સુધી કોંગ્રેસ છે ત્યાં સુધી ધારા 370 હટવા નહીં દેશે. ભલે BJP 200 વર્ષ સુધી રાજ કરી લે.

કાશ્મીરમાં લોકસભા ચૂંટણી પ્રચારમાં ફારુક અબ્દુલ્લા અને મેહબુબા મુફ્તી ધારા 370 હટાવવા પર દેશ તૂટવાની ધમકી આપી ચુક્યા છે. BJP શરૂઆતથી જ કહી રહ્યું છે કે, ધારા 370 પર બંને પાર્ટીઓની પાછળ અસલી સપોર્ટ કોંગ્રેસનો છે. BJPએ સંકલ્પ પત્રમાં 370 અને 35A હટાવવાની વાત કહી છે. આ અંગે ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, જ્યાં સુધી કોંગ્રેસનું અસ્તિત્વ છે, ત્યાં સુધી 370 નહીં હટી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp