પ્રાઇવેટ એજન્સીના સરવે મુજબ કોંગ્રેસને મળે છે આટલી બેઠક

PC: zeenews.india.com

કેન્દ્ર સરકારનાં ભૂતપૂર્વ મંત્રી અને હાલ રાષ્ટ્રીય પ્રવક્તા આરપીએમ સિંઘે અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. પત્રકાર પરિષદ દરમિયાન આરપીએમ સિંઘે ભાજપ પર પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસે સ્વતંત્ર એજન્સી પાસે કરાવેલા સરવેનાં આંકડા રજૂ કર્યા હતા.

આરપીએન સિંઘે જણાવ્યું કે હાલ મીડિયામાં અલગ અલગ પ્રકારનાં સરવે ચાલી રહ્યા છે. પરંતુ જે હકીકતમાં સરવે છે તે કોઈ મીડિયા દર્શાવી રહ્યું છે. સ્વતંત્ર એજન્સી દ્વારા કરવામાં આવેલા સરવેમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતિ મળી રહી છે.

તેમણે કહ્યું કે આ એજન્સીએ 14 હજાર લોકો અને 49 સીટ પર સરવે કર્યો હતો. લોકોને જૂદા-જૂદા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ સરવે કોંગ્રેસે કરાવ્યો ન હતો. સરવે દરમિયાન મળેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસને 102-107 બેઠકો મળી રહી છે જ્યારે ભાજપને 64થી 74 સીટ મળી રહી છે. ગુજરાતમાં જે પ્રકારે સામાજિક સમીકરણો જોવા મળી રહ્યા છે તેમાં કોંગ્રેસને મોટો ફાયદો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની રહી છે.

આરપીએન સિંઘે કહ્યું કે ભાજપ દ્વારા કોંગ્રેસનાં નેતા અહેમદ પટેલને મુખ્યમંત્રી તરીકે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પ્રચાર કરવાની એક નીતિ હોય છે આટલી નિમ્નસ્તરે પ્રચાર કરવાનું કોંગ્રેસને આવડતું નથી. મર્યાદાનું પાલન કરવામાં આવી રહ્યું નથી. ભાજપનાં નેતાઓ જે પ્રકારે ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે તે ભાષા ગુજરાત જેવા સજ્જન રાજ્યમાં જરાય ચાલી શકે એમ નથી.

તેમણે કહ્યું કે અહેમદ પટેલ ક્યારેય ગુજરાતના મુખ્યમંત્રી બનશે નહી કે કોઈ હોદ્દે ધારણ કરશે નહી. આ માત્ર ગપગોળા ચાલી રહ્યા છે. આ પોસ્ટર વોર અંગે આરપીએન સિંઘે ભાજપનું કાવત્રું હોવાનું જણાવ્યું હતું. ભાજપ દ્વારા આવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની ચૂંટણીમાં ગુજરાતની વાત કરવાના બદલે ભાજપનાં નેતાઓ કાદવઉછાળ પ્રવૃત્તિમાં લાગી ગયા છે. ગુજરાતમાં શું કરવા માંગે છે તે વિશે ભાજપનાં નેતાઓ બોલવાથી દુર ભાગી રહ્યા છે અને માત્ર અને માત્ર પાયાવિહોણી વાતો કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp