સચિન પાયલટ મોટો ધડાકો કરવાની તૈયારીમાં. પિતાની જેમ જ ઇતિહાસનું પુનરાવર્તન કરશે

PC: indianexpress.com

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં થોડા જ મહિના બાકી છે અને આ દરમિયાન કોંગ્રેસનો આંતરિક કલેશ વિભાજન સુધી પહોંચી શકે છે. એવા સમાચાર મળી રહ્યા છે બળવાખોર તેવર અપનાવી રહેલા સચિન પાયલટ અને મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચે કોઈ પણ પ્રકારનો તાલમેળ બેસાડવામાં હાઇકમાન નિષ્ફળ રહ્યું છે અને હવે પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ નવો માર્ગ નક્કી કરી શકે છે. રિપોર્ટ્સ મુજબ, સચિન પાયલટે નક્કી કરી લીધું છે છે. સચિન પાયલટ ‘પ્રગતિશીલ કોંગ્રેસ’ નામથી નવી પાર્ટી બનાવી શકે છે. આ નવી પાર્ટીની જાહેરાત 11 જૂનના રોજ જયપુરમાં કરવામાં આવશે.

આ દિવસે સચિન પાયલટના પિતા રાજેશ પાયલટની પુણ્યતિથિ પણ છે. કોંગ્રેસ હાઇકમાને ગત દિવસોમાં દિલ્હી બોલાવીને અશોક ગહલોત અને સચિન પાયલટ સાથે મુલાકાત કરી હતી. ત્યારે કોંગ્રેસ નેતાઓએ દાવો કર્યો હતો કે, સચિન પાયલટ અને અશોક ગેહલોત સાથે કામ કરશે. એમ પણ કહેવામાં આવ્યું કે, ફોર્મ્યૂલા હેઠળ સચિન પાયલટને પ્રદેશ અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, સચિન પાયલટ કેમ્પ તરફથી એવા સમાચારોનું ખંડન કરવામાં આવ્યું છે અને તેમણે કહ્યું કે, તેઓ પોતાના મુદ્દાઓ પર અડગ છે.

હવે ચર્ચા છે કે સચિન પાયલટ 11 જૂનના રોજ જયપુરમાં એક રેલી કરશે અને હજારો સમર્થકોની ઉપસ્થિતિમાં નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરશે. જો સચિન પાયલટ નવી પાર્ટી બનાવે છે તો એ વાત પર પણ નજર હશે કે કોંગ્રેસના કેટલા ધારાસભ્ય તેમની સાથે જાય છે? એ સિવાય અશોક ગેહલોતની સરકાર સામે કોઈ જોખમ ઉત્પન્ન થશે કે નહીં? આ અગાઉ વર્ષ 2020માં પણ જ્યારે સચિન પાયલટે બળવાખોર તેવર અપનાવ્યાં હતા તો તેમની સાથે 19 ધારાસભ્ય હતા.

માનવામાં આવી રહ્યું છે કે, આ વખત પણ ઘણા લોકો તેમની સાથે રહી શકે છે. રાજસ્થાનના મુખ્યમંત્રી પદ પર દાવો ઠોકી રહેલા સચિન પાયલટે પોતાની જ સરકાર પર ઘણા આરોપ લગાવ્યા છે, જેમાંથી એક એ છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વસુંધરા સરકાર દરમિયાન થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરાવવામાં આવી નથી.

આ આરોપોને લઈને સચિન પાયલટે 11 માર્ચના રોજ યાત્રા પણ શરૂ કરી હતી. 125 કિલોમીટરની અજમેરથી જયપુરની યાત્રા દરમિયાન સચિન પાયલટે 15 દિવસોની ડેડલાઇન પણ આપી હતી, પરંતુ બંને પક્ષો વચ્ચે વાત ન બની શકી. સચિન પાયલટનું કહેવું હતું કે, જો તેમની માગ સ્વીકાર ન કરવામાં આવી તો આખા રાજ્યમાં આંદોલન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp