સાધ્વી પજ્ઞા ઠાકુર BJP માં સામેલ, આ બેઠક પરથી મળી શકે છે ટિકિટ

PC: firstpost.com

લોકસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશની સૌથી હોટ સીટ ગણાતી ભોપાલની બેઠક પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર BJPમાં સામેલ થઇ ગઇ છે. બુધવારે સાધ્વી BJP કાર્યલય પહોંચી અને પાર્ટીના નેતાઓની સાથે ભોપાલમાં બેઠક કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ભોપાલથી BJP ઉમેદવાર બને તે લગભગ નક્કી છે. સૂત્રો પ્રમાણે બુધવાર સાંજ સુધીમાં તેમની ઉમેદવારી અંગે જાહેરાત કરી દેવામાં આવશે. મધ્ય્રપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે સાધ્વીના BJP પ્રવેશ પર સવાલો ઉઠાવ્યાં છે.

મીડિયા સાથેની વાતચીતમાં સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે, તે ચૂંટણી લડશે અને જીતશે પણ. જો સાધ્વી પ્રજ્ઞા ભોપાલથી ચૂંટણી લડે છે તો તેમનો સામનો કોંગ્રેસના દિગ્ગજ નેતા સાધ્વી પ્રજ્ઞા સાથે થવાની સંભાવના છે. ભોપાલ BJP કાર્યાલયમાં સાધ્વી પજ્ઞાને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ, BJP મહાસચિવ રામલાલની સાથે મુલાકાત કરી હતી. જો BJP ભોપાલ બેઠક પરથી સાધ્વી પ્રજ્ઞાને ઉતારે છે તો કોંગ્રેસ માટે અહીં જીત મેળવવી મુશ્કેલ બને તેમ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp