કાશ્મીર મુદ્દે બોલ્યો પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહેમદ

PC: amazonaws.com

ભારતના રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી દેવાયા બાદ આખું પાકિસ્તા બોખલાઈ ગયું છે અને ત્યાંથી એક પછી એક બયાનો આવી રહ્યા છે. ત્યાંના નેતાઓ ઉપરાંત હવે ક્રિકેટર્સ પણ 370ની કલમ દૂર કરવાના ભારત સરકારના નિર્ણય પર અવનવા બયાનો કરી રહ્યા છે, જે હેઠળ તાજેતરમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદનું પણ એક નિવેદન આવ્યું છે.

સરફરાઝ અહેમદે એક ટીવી ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આખું પાકિસ્તાન કાશ્મીરી ભાઈઓ સાથે ઊભું છે. ઉલ્લેખનીય છે કે બકરી ઈદની નમાજ પછી સરફરાઝે પાકિસ્તાન મીડિયા સામે ભારતની આંતરીક બાબતોને લઈને આ બકવાસ કર્યો હતો. સરફરાઝે એમ પણ કહ્યું હતું કે ‘અલ્લાહને દુઆ કરું છું કે તેઓ કાશ્મીરી ભાઈઓને આ દુઃખની ઘડીમાંથી જલદી મુક્તિ અપાવે. આપણે કાશ્મીરના આ દુઃખમાં બરાબરના હિસ્સેદાર છીએ. આખી પાકિસ્તાની કૌમ આ સમયે કાશ્મીરની સાથે ઊભી છે.’

આ પહેલાં પાકિસ્તાની ટીમનો પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પણ ભારતના આંતરિક પ્રશ્નને લઈને મીડિયામાં આવો જ બકવાસ કરી ચૂક્યો હતો. આફ્રિદી તો જોકે એક પગલું આગળ વધ્યો હતો અને તેણે યુએનને પણ કોઈક પગલાં ભરવાની સલાહ આપી દીધી હતી. એક ટ્વિટમાં આફ્રિદીએ એમ કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રોની રચના શું કામ કરવામાં આવી છે? અને તે હજુ સુધી કેમ ઉંઘી રહ્યું છે?

જોકે આવા વિધાનોને માત્ર પબ્લિસિટી સ્ટંટ જ ગણી શકાય. કારણ કે એમાંથી બીજું તો કશું ઉપજતું નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp