લોકસભા ચૂંટણીમાં આ કેન્દ્રીયમંત્રીનું પત્તું કપાઇ શકે છે

PC: khabar.ndtv.com

લોકસભા ચૂંટણી માટે ટિકિટ ફાઇનલ કરવામાં વ્યસ્ત ભારતીય જનતા પાર્ટીની બીજી બેઠક બાદ સો ઉમેદવારોની લિસ્ટ જાહેર થઇ શકે છે. BJPએ બિહારથી સંબંધ રાખનારા અમુક કેન્દ્રીયમંત્રીઓની ટિકિટ લગભગ ફાઇનલ કરી દીધી છે. PM મોદી અને BJP અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં શનિવારે મોડી રાત સુધી BJPની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મેરેથોન બેઠક થઇ હતી.

12 રાજ્યોના ઉમેદવારોની લિસ્ટ ફાઇનલ  કરવા માટે આ બેઠક 8 કલાક સુધી ચાલી હતી. એવી વાત સામે આવી રહી છે કે, બિહારમાં ગઠબંધનને કારણે કેન્દ્રીયમંત્રી શાહનવાઝ હુસૈન જે સીટ પરથી લડે છે, તે સીટ આ વખતે JDUના ખાતામાં ગઇ છે. એટલે આ વખતે શાહનવાઝ હુસૈનનું પત્તું કપાય તેવી શક્યતા છે.

ગઇ ચૂંટણીમાં શાહનવાઝ હુસૈન BJPની ટિકિટ પરથી અહિંયા ચૂંટણી લડ્યા હતા અને તેઓ હારી ગયા હતા. આ સિવાય અભિનેતા અને BJPથી નારાજ ચાલી રહેલા શત્રુઘ્ન સિન્હાની પણ ટિકિટ કાપવામાં આવશે, તેવું કહેવાય છે.

શત્રુઘ્ન સિન્હાની પટના સાહિબ સીટ કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદને મળી શકે છે, જ્યારે આરાથી આર.કે.સિંહ અને પૂર્વીય ચંપારણથી રાધા મોહન સિંહ, પશ્ચિમ ચંપારણથી સંજય જૈસવાલના નામ પર સહમતિ બની ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp