કોંગ્રેસવાળા લોકોને કુતરાના માસવાળી બિરયાની અને કેમિકલ વાળો દારૂ પીવડાવે છે

PC: youtube.com

ઉનાળામાં એક તરફ ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં મતદાનની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકારણમાં પણ ગરમાવો આવતો જાય છે. નેતાઓ જનતાને આકર્ષવા માટે સામેના ઉમેદવાર પર આક્ષેપો કરવામાં કોઈપણ કસર બાકી રાખતા નથી. ત્યારે ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ડેડીયાપાડાના સાબુટી ગામે જનસભાને સંબોધન કર્યું હતું. મનસુખ વસાવાએ સંબોધન કરતી વખતે કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણના પિતાને આદિવાસી નેતા અમરસિંહ વસાવાના હત્યારા ગણાવ્યા હતા.

મનસુખ વસાવાએ આક્ષેપ કર્યા હતા કે, શેરખાન પઠાણના પિતાને ખનીજ ચોરીના કેસમાં સજા પણ થયેલી છે. આ ઉપરાંત કોંગ્રેસ આદિવાસી નેતાના હત્યારાના પુત્રને ખભે બેસાડીને ફરતી હોવાના પણ આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. તેમણે કોંગ્રેસ વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, કોંગ્રેસવાળા લોકોને કુતરાના માસ વાળી બિરયાની અને કેમિકલ વાળો દારૂ પીવડાવે છે.

સભા બાદ મનસુખ વસાવાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 15 વર્ષ પહેલાનું પેપર જોજો અમરસિંહની જે હત્યા થઈ હતી. તેમાં શકુર પઠાણ સંડોવાયેલો છે અને છોટુ વસાવાએ પોતે તેની સામે આંદોલન કર્યું હતું. આખી દુનિયા જાણે છે કે, શકુર પઠાણ અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો વ્યક્તિ છે. એટલું જ  ખાણ ખનીજ ચોરી કરતા પણ પકડાયેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp