શરદ પવાર-DyCM અજિત પવાર બંધ બારણે મળ્યા,સુપ્રિયા-સુનેત્રા પણ;શું ચાલી રહ્યું છે?

PC: aajtak.in

શરદ પવાર અને DyCM અજિત પવાર વચ્ચેની તાજેતરની બેઠકોએ NCPની એકતા અંગેની ચર્ચાઓને વધુ તીવ્ર બનાવી દીધી છે. બારામતીમાં આ બંનેની હાજરીથી રાજકીય હલચલ વધી ગઈ છે. ફરી એકવાર બંને વચ્ચે બંધ રૂમમાં મુલાકાત થઈ છે. આ પહેલા સુપ્રિયા સુલે અને સુનેત્રા પવાર પણ ગપસપ કરતા જોવા મળ્યા હતા.

મહારાષ્ટ્રના રાજકારણના ચાણક્ય તરીકે ઓળખાતા પીઢ નેતા શરદ પવારની ચાલને સમજવી એ ઘાંસના પૂળામાં સોય શોધવા જેવું મુશ્કેલ કામ છે. આમ છતાં, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી, NCPની એક થવા અંગેની ચર્ચા ફરી એકવાર જોર પકડવા લાગી છે. આવું થાય પણ કેમ નહીં? શરદ પવાર અને તેમના ભત્રીજા DyCM અજિત પવાર ભૂતકાળમાં અનેક વખત આવા સંકેતો આપી ચૂક્યા છે. તાજેતરના સમયમાં બંને નેતાઓ ઘણી વખત એક જ મંચ પર જોવા મળ્યા છે. તાજેતરમાં, બારામતીમાં એક કૃષિ પ્રદર્શન કાર્યક્રમ પ્રસંગે કાકા અને ભત્રીજા એક સાથે ભેગા થયા હતા. આ પછી, ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે NCPના બંને જૂથો એક થઇ જશે. આ દરમિયાન, સાંસદ સુપ્રિયા સુલે અને સુનેત્રા પવાર વચ્ચે એક જ મંચ પર વાતચીત પણ થઈ. બંનેની ખુરશીઓ એકબીજાની બાજુમાં હતી.

ગુરુવારે કાકા અને ભત્રીજા ફરી એકવાર ભેગા થયા. DyCM અજિત પવાર શરદ પવારને મળ્યા છે. DyCM અજિત પવાર ઝડપથી શરદ પવારના રૂમમાં પ્રવેશ્યા. આ પછી, બંને નેતાઓ વચ્ચે બંધ રૂમમાં લાંબી ચર્ચા થઈ. આ ઘટના પછી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ. શરદ પવારના રૂમમાં DyCM અજિત પવારના પ્રવેશનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આમાં DyCM અજિત પવાર 'પ્રેસિડેન્ટ' લખેલા રૂમમાં પ્રવેશતા જોવા મળે છે. આ રૂમ શરદ પવારનો છે. આ સમય દરમિયાન, PA સાથેની તેમની ઉતાવળમાં થયેલી વાતચીત પણ પ્રકાશમાં આવી છે.

સંબંધિત વીડિયોમાં, DyCM અજિત પવાર ઝડપથી ચાલતા જોવા મળે છે. પહોંચ્યા પછી, તેઓ PAને 'ક્યાં બેસવાનું છે' પુછતા જોવા મળે છે. PAએ કહ્યું 'સાહેબ, અહીં બેસો', એમ કહ્યા પછી જ, DyCM અજિત પવાર એ દરવાજામાંથી પ્રવેશ્યા જ્યાં 'પ્રેસિડેન્ટ'નું બોર્ડ મારેલું હતું. આ પછી, એક જ હોલમાં બંને વચ્ચે ઘણા સમય સુધી લાંબી ચર્ચા થઈ.

હકીકતમાં, ગુરુવારે વસંતદાદા સુગર ઇન્સ્ટિટ્યૂટની સામાન્ય સભા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ કાર્યક્રમના પ્રસંગે શરદ પવાર અને DyCM અજિત પવાર એક સાથે આવ્યા હતા. જોકે, છેલ્લા કેટલાક દિવસોમાં કાકા-ભત્રીજા વચ્ચેના સંબંધોમાં સુધારો થયા પછી રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. થોડા દિવસો પહેલા, DyCM અજિત પવારની માતા આશાતાઈ પવારે પણ બંનેને સાથે આવવાની ઓફર કરી હતી. આ પછી, આ બંને નેતાઓ વચ્ચેનું અંતર ઓછું થતું દેખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp