બિઝી શિડ્યૂલ વચ્ચે હોસ્પિટલમાં મળવા ગયા સીતારમન, તો શશિ થરૂરે કહી આ વાત

PC: twitter.com

કેરળના એક મંદિરમાં પૂજા દરમિયાન તુલાભરમ રસ્મ નિભાવતી વખતે ઈજાગ્રસ્ત થયેલા કોંગ્રેસ નેતા અને તિરુવનંતપુરમથી સાંસદ શશિ થરૂરને હોસ્પિટલમાં મળવા રક્ષા મંત્રી નિર્મલા સીતારણ પહોંચ્યા. શશિ થરૂરે મંગળવારે સવારે ટ્વિટ કર્યું હતું કે, તે રક્ષા મંત્રી નિર્મલા સીતારમને હોસ્પિટલમાં આવીને મળવાથી ભાવવિભોર થઈ ગયા. જણાવી દઈએ કે, સોમવારે કોંગ્રેસ નેતા તેમજ તિરુવનંતપુરમથી સાંસદ શશિ થરૂરને માથામાં એ સમયે ઈજા પહોંચી હતી, જ્યારે ત્યાં એક મંદિરમાં તુલાભરમ રસ્મ નિભાવતી વખતે ત્રાજવાનું લોખંડનું હુક પડી ગયું અને તેમના માથામાં વાગ્યું હતું. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમને આશરે 6 ટાંકા આવ્યા. તેમણે હોસ્પિટલના રૂમમાં પોતાની સાથે મંત્રી નિર્મલા સીતારમનનો એક ફોટો શેર કર્યો છે અને લખ્યું છે- શિષ્ટાચાર રાજકારણમાં એક દુર્લભ ગુણ છે.

હોસ્પિટલમાં આ મુલાકાતનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા શશિ થરૂરે લખ્યું છે- કેરળમાં વ્યસ્ત ચૂંટણી માહોલ હોવા છતા રક્ષા મંત્રી નિર્મલા સીતારમન મારી ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા. ભારતના રાજકારણમાં આ પ્રકારની શિષ્ટતા એક ખૂબ જ દુર્લભ ગુણ છે અને તેમણે તેનું એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. જણાવી દઈએ કે, તુલાભરમ એક હિંદુ રમસ છે, જેમાં કોઈ વ્યક્તિ ફૂલ, અનાજ, ફળ અને એવી વસ્તુઓની સાથે ત્રાજવામાં પોતાને તોલે છે અને તેમના વજન જેટલી વસ્તુઓ દાનમાં આપવામાં આવે છે.

આ અગાઉ શશિ થરૂરે ટ્વિટ કરીને પોતાના ઘાયલ થવા અંગે જાણકારી આપી હતી. તેમણે ઈજાગ્રસ્ત અવસ્થામાં પોતાનો એક ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું- તુલાભરમ રસમ દરમિયાન એક ભારે ત્રાજવાનો હુક મારા માથામાં વાગ્યો, પરંતુ કોઈ મોટું નુકસાન નથી. ભગવાનનો આભાર કે મારી આસપાસ ઊભા રહેલા લોકોમાંથી કોઈને પણ કંઈ ના થયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp