સરકાર બચાવવા માટે શિવસેનાનો મોટો દાવ, ડે. સ્પીકર પાસે કરી આ માગણી

PC: ndtv.com

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાએ એક મોટો દાવ ચાલ્યો છે. શિવસેનાએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરને ચિઠ્ઠી લખીને શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની સભ્યતા રદ્દ કરવાની માગણી કરી છે. જેથી ફ્લોર ટેસ્ટમાં તેઓ વોટ ન આપી શકે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરને આ ચિઠ્ઠી શિવસેના તરફથી જાહેર ધારાસભ્ય ગ્રુપના નેતા અજય ચૌધરીએ મોકલી છે. તો શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેના પ્રયત્ન પર પલટવાર કરતા કહ્યું કે, તમે કોને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, કાયદો અમને પણ આવડે છે.

શિવસેનાના ધારાસભ્ય ગ્રુપના નેતા અજય ચૌધરીએ વિધાનસભા ઉપાધ્યક્ષને પત્ર લખીને અને પિટિશન ઓફ ડિસ્ક્વોલિફિકેશનની અરજી કરીને શિવસેનાના બળવો કરનારા 12 ધારાસભ્યો પર કાર્યવાહી કરવાની માગણી કરી છે. શિવસેનાની બેઠકમાં ઉપસ્થિત ન રહેવાને લઈને કાર્યવાહીની માગણી કરી છે. પત્રમાં તેમની સભ્યતા રદ્દ કરવાની માગણી કરી છે. જે 12 ધારાસભ્યો વિરુદ્ધ કાર્યવાહીની માગણી છે તેમના નામ છે એકનાથ શિંદે, અબ્દુલ સત્તાર, સંદીપાન ભૂમરે, ભરત ગોગાવલે, સંજય શિરસાઠ, યામિની જાધવ, અનિલ બાબર, લતા સોનવણે, તાનાજી સાવંત, બાલાજી કિન્હીકર, પ્રકાશ સુર્વે અને મહેશ શિંદે.

ઉદ્ધવ ઠાકરેએ બુધવારે પોતાના ફેસબુક લાઇવ દ્વારા એ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો કે, ગુવાહાટી ગયેલા બધા બળવો કરનારા ધારાભ્યોએ શિવસેના સાથે ગદ્દારી કરી છે, પરંતુ ગુરુવારે બળવો કરનારા ધારાસભ્યો તરફથી તેનો પણ જવાબ આપવામાં આવ્યો. તેમણે કહ્યું કે, અમે બાલાસાહેબ ઠાકરેના કટ્ટર શિવસૈનિક છીએ. શિવસેના સાથે ગદ્દારી કરવાનો તેઓ વિચાર પણ કરી શકતા નથી, પરંતુ હવે તેમણે જોયું કે કોંગ્રેસ અને NCPના કારણે શિવસેના નબળી થઈ રહી છે તો પછી તેમણે મજબૂરીમાં આ નિર્ણય લેવો પડ્યો.

ઉદ્ધવ ઠાકરેએ આ ધારાસભ્યોને એમ પણ કહ્યું હતું કે, તેઓ મુંબઈ આવીને જો એમ કહે છે કે મુખ્યમંત્રી તરીકે તેઓ તેમના પર ભરોસો કરતા નથી તો તેઓ એક મિનિટમાં રાજીનામું આપી દેશે. તો આખા રાજકીય ઘમાસાણ વચ્ચે એકનાથ શિંદેએ એક ટ્વીટ કરી છે. તેમણે લખ્યું કે, તમે કોને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તમારો હેરફેર અને કાયદો અમને પણ સમજમાં આવે છે. સંવિધાનનું 10મું (શિડ્યૂલ) વ્હીપ એ સદનના કામકાજ માટે લાગે છે ન કે પાર્ટીની બેઠક માટે. તેને લઈને સુપ્રીમ કોર્ટે ઘણા બધા નિર્ણય આપ્યા છે.

તેમણે આગળ કહ્યું કે, 12 ધારાસભ્યો વિરુદ્ધ કાર્યવાહીની અપીલ કરીને તમે અમને ડરાવી નહીં શકો કેમ કે, અમે જ બાલાસાહેબ ઠાકરેની અસલી શિવસેનાના શિવસૈનિક છીએ. અમને કાયદો ખબર છે એટલે અમે એવી ધમકીઓની ચિંતા કરતા નથી. તમારી પાસે આંકડા નહોતા છતા તમે ગ્રુપ બનાવ્યું એટલે અમારી તમારા પર જ કાર્યવાહીની માગણી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp