CM બનવાની ઓફર પર શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેએ આપ્યું આ રીએક્શન

PC: lokmat.com

મહારાષ્ટ્રમાં રાજકીય સંઘર્ષ સતત શરૂ છે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના CM બની રહેવાને લઈને સસ્પેન્સ છે, આ દરમિયાન શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેએ કહ્યું કે, હવે જે પણ નિર્ણય લેવામાં આવશે તે બધા ધારાસભ્ય મળીને લઈશું. શિંદેએ શિવસેનાના નેતા સુનીલ પ્રભુ પર પણ નિશાનો સાધ્યો હતો. એક હિન્દી સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં શિંદેએ કહ્યું કે, તેને વ્હીપ પ્રસાર કરવાનો કોઈ અધિકાર નથી. શિવસેનાના તમામ 37 બાગી ધારાસભ્યોએ મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષને પત્ર લખ્યો છે, તેમાં તેમણે જાહેર કર્યું છે કે, એકનાથ શિંદે સદનમાં તેમના નેતા રહેશે.

જ્યારે શિંદેને પૂછવામાં આવ્યું કે, જો મહાવિકાસ અઘાડી તેમને CM અને ડેપ્યુટી CM બનવાની ઓફર આપશે, તો તેઓ શું કરશે? આ પ્રશ્નના જવાબમાં શિંદેએ કહ્યું કે, હું એકલો કોઈ નિર્ણય નથી લઇ શકતો. અમે ખૂબ જ આગળ નીકળી ગયા છીએ. હવે અમારી સાથે ઉપસ્થિત ધારાસભ્ય મળીને બધા નિર્ણયો લઈશું.’

શિંદેએ સુનીલ પ્રભુના પત્ર પર કહ્યું કે, તેમને 37 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનો કોઈ અધિકાર નથી. શિંદેએ કહ્યું કે, તેઓ સસ્પેન્ડ નહીં કરી શકે, સુનીલ પ્રભુએ જે પત્ર આપ્યો છે, તેમને આવો કોઈ અધિકાર નથી, આવી કોઈ પિટીશન ફાઈલ ના કરી શકે, આ બસ ગભરાવવાની વાત છે. ડેમોક્રેસીમાં નિયમ-કાયદા છે, ડરવાની જરૂર નથી. પહેલી વાત તો એ કે, તેમને વ્હીપ કાઢવાનો અધિકાર જ નથી અને ડિસક્વોલિફિકેશનનો તો જરાક પણ અધિકાર નથી.

શિંદેના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં હવે મહાવિકાસ અઘાડીની સરકાર નથી રહી. તેમને કહ્યું કે, અહીં 37 શિવસેનાના ચિન્હ પર ચૂંટાઈને આવેલા ધારાસભ્ય અમારી સાથે છે, મેજોરિટી છે અમારી પાસે. આ બધા પોતાની ઈચ્છાથી આવેલા છે, આ બધાએ એફિડેવિટ આપ્યું છે. સરકાર માઈનોરિટીમાં છે. બસ આવું બોલીને પોતાનું મોરલ બુસ્ટ કરવાનો પ્રયત્ન છે બસ. સમગ્ર દેશ જાણે છે કે, મહાવિકાસ અઘાડી સરકાર હવે નથી રહી.

એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, એકનાથ શિંદેની સાથે શિવસેનાના બધા બાગી ધારાસભ્યો BJPની સાથે મળીને સરકાર બનાવી શકે છે, પણ શિંદેએ આ અટકળોને ફગાવી દીધી છે. તેમને કહ્યું કે, આવો કોઈ પણ નિર્ણય અમે નથી લીધો. બાલા સાહેબના હિન્દુત્વના એજેન્ડાને લઈને અમે આગળ વધી રહ્યા છીએ. આગળ અમારી બેઠકો થશે, અમને મોટા પાયે સમર્થન મળી રહ્યું છે.  

એકનાથ શિંદેએ ઉદ્ધવના વર્ષાથી માતોશ્રી જવાના નિર્ણય પર કહ્યું કે, આ તેમનો ખાનગી નિર્ણય છે. શિંદેએ આગળ કહ્યું કે, બાલાસાહેબનું હિન્દુત્વ કોઈ અન્ય ધર્મનું અપમાન કરવાનો ન હતું, પણ મહાવિકાસ અઘાડી સરકારે શિવસેનાને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp