કર્ણાટકના સીએમનું કોકડુ કોંગ્રેસે ઉકેલ્યું, જાણો કોણ બનશે સીએમ, ડીકેનું શું થશે?

PC: livemint.com

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પરિણામ સામે આવ્યાના લગભગ 4 દિવસ બાદ કર્ણાટકના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ ગયું છે. પાર્ટીએ આજે 10 જનપથ પર બેઠક કર્યા બાદ નિર્ણય લીધો છે કે કર્ણાટકના આગામી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા હશે. 18 મેના રોજ કાંટી રાવ સ્ટેડિયમમાં શપથ ગ્રહણનો કાર્યક્રમ થશે. આ દરમિયાન મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે 10 મંત્રી શપથ લેશે. તો ડી.કે. શિવકુમાર રાહુલ ગાંધીને મળવા માટે 10 જનપથ પહોંચી ચૂક્યા છે. રિપોર્ટ્સ મુજબ ડી.કે. શિવકુમાર પણ સરકારમાં સામેલ થઈ શકે છે. તેમને કોઈક મહત્ત્વપૂર્ણ પદ આપી શકાય છે અને પ્રદેશ અધ્યક્ષ પણ બન્યા રહેશે.

તો કર્ણાટકમાં સિદ્ધારમૈયાના સમર્થક ખુશીથી ઝૂમી ઉઠયા છે. સિદ્ધારમૈયાના પોસ્ટરોને દૂધથી નવડાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શિવકુમારને કહ્યું કે, બલિદાન અને નિષ્ઠાનું પુરસ્કાર મળશે. બલિદાન અને વફાદારી બેકાર નહીં જાય. એક રિપોર્ટ મુજબ, ડી.કે. શિવકુમારને મહત્ત્વના મંત્રાલયો સાથે નાયબ મુખ્યમંત્રીના પદની ઓફર આપવામાં આવી છે. જો કે તેઓ તેના પર તૈયાર નથી. સિદ્ધારમૈયાએ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી છે.

સિદ્ધરામૈયા કોંગ્રેસના કર્ણાટકમાં સૌથી મોટા નેતાઓમાંથી એક છે. તેમને શરૂઆતથી જ મુખ્યમંત્રી પદ માટે ડી.કે. શિવકુમારથી વધારે મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા હતા. તેમણે પોતાના રાજનૈતિક જીવનમાં 12 ચૂંટણી લડી છે, જેમાંથી 9 ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. તેઓ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ આ અગાઉ વર્ષ 1994માં જનતા દળ સરકારમાં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી હતા.

તેમની પ્રશાસનિક પકડ માનવામાં આવે છે. તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારાનો કોઈ કેસ પણ નથી. જ્યારે શિવકુમાર વિરુદ્ધ ઘણા કેસ ચાલી રહ્યા છે. કર્ણાટકના કોંગ્રેસ નેતા ડી.કે. શિવકુમાર વિરુદ્ધ આવકથી વધારે સંપત્તિના કેસમાં સુપ્રીમ કોર્ટે CBIની અરજી પર સુનાવણી ટાળી દીધી છે. ડી.કે. શિવકુમાર અને અભિષેક મનુ સિંધવીના આગ્રહ પર સૂનાવણી ટાળવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઇકોર્ટ કેસની સુનાવણી કરી રહી છે. જો CBI ઈચ્છે તો સુપ્રીમ કોર્ટના વેકેશન બેન્ચમાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp