AAPના ગુંડાઓએ PMની માતાનું અપમાન કર્યું, ગોપાલ ઇટાલિયા પર સ્મૃતિ ઇરાનીનું નિશાન

PC: Youtube.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડા જ દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બધી રાજકીય પાર્ટીઓએ પ્રચાર તેજ કરી દીધો છે. શુક્રવારે ભાજપના ધારાસભ્યના પ્રચાર માટે આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ આમ આદમી પાર્ટી સામે અંગારા વરસાવ્યા હતા. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વગર સ્મૃતિ ઇરાનીએ કહ્યું હતું કે,AAPના ગુંડાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતાનું અપમાન કર્યું હતું. સ્મૃતિએ કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા હતા.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ શુક્રવારે ભાજપની મહિલા મોર્ચાને જાહેરમાં સંબોધન કર્યું હતું. આમ આદમી પાર્ટી પર નિશાન સાધીને સ્મૃતિ ઇરાનીએ કહ્યુ કે, હું ગુજરાતની મહિલાઓને અનુરોધ કરું છું કે જયારે તમારી સામે આદમી પાર્ટીના કોઇ નેતા અથવા કાર્યકર સામે મળે, તો એમને પુછજો કે તમારી કેવા પ્રકારની સંસ્કૃતિ છે કે તિહાર જેલમાં બંધ તમારા મંત્રી સગીર બાળકીના બળાત્કાર કરનાર પાસેથી સેવા લઇ રહ્યા છે ? તેમણે કહ્યું, તમે અનુમાન લગાવી શકો છો કે જ્યારે તે છોકરીની માતાને ખબર પડી હશે કે તેની છોકરીનો બળાત્કારી મંત્રીની સાથે છે.

એ પછી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યુ કે આજસુધી ગુજરાતમાં કોઇએ પણ કોઇની માતાને ગાળો આપી નથી. પરંતુ AAPના ગુંડાઓએ પ્રધાનમંત્રી મોદીની માતાનું અપમાન કર્યું હતું. તેમણે કહ્યુ કે, આ ચૂંટણીમાં બધી મહિલાઓએ એક એક બૂથ પર જઇને બધા મત ભાજપને આપીને આ ગુંડાઓને કરારો જવાબ આપજો.

ઇરાનીએ આગળ કહ્યું કે, ઝાડુ વાળી પાર્ટીએ આપણી શિક્ષણ વ્યવસ્થા સામે મજાક ઉડાવી હતી, પરંતુ અરવિંદ કેજરીવાલે 7 વર્ષમાં પોતાના વિધાનસભા મત વિસ્તારમાં એકેય શાળા ખોલી નથી.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ એ પછી પોતાનું નિશાન કોંગ્રેસ તરફ ફેરવ્યું હતું. રાહુલ ગાંધી પર નિશાન સાધીને તેમણે કહ્યું કે, જેમને અમે અમેઠીમાં ભગાવેલા તેઓ આજે આખા દેશમાં ફરી રહ્યા છે અને તેમની ભારત જોડો યાત્રામાં પાકિસ્તાન જિંદાબાદના નારા લાગે છે.

થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની માતા હીરાબા સામે અપશબ્દો કહ્યા હતા. ઇટાલિયાએ વીડિયોમાં કહ્યું હતું કે હીરાબા 100 વર્ષની વયે પહોંચ્યા છતા નૌંટકી કરવાનું છોડતા નથી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp