માત્ર ગાંધી અને મુલાયમ પરિવાર જ મહાન, આપણે સૌ કોડીના માણસઃ સંબિત પાત્રા

PC: freepresskamir.com

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાની સામે રાજધાની દિલ્હીની જુદી જુદી બોર્ડર પર હજું ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. છેલ્લા 49 દિવસથી આ વિરોધ પ્રદર્શન ચાલું છે. સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યા બાદ પણ ખેડૂતોએ આંદોલન યથાવત રાખ્યું છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે ત્રણેય કાયદા પર અમલ માટે સ્ટે મૂકી દીધો હતો. જેને લઈને ઘણી બધી ચેનલ્સમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

એક ન્યૂઝ ચેનલમાં વિપક્ષે ભાજપ સામે પ્રશ્નો ઊભા કર્યા બાદ ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા નારાજ થયા છે. પાત્રાએ ન્યૂઝ એન્કરને કહ્યું કે, જુઓ, ભારતના મુખ્ય ન્યાયાધીશના બોલ્યા બાદ હવે કંઈ બચ્યું નથી. આજની આ ચર્ચામાં મને એ વાતનું દુઃખ થયું છે કે, મુખ્ય ન્યાયાધીશ ઉપર પણ આ વિષયને લઈને ચર્ચા કરવામાં આવી. કહ્યું કે, સીજેઆઈ અને સુપ્રીમ કોર્ટે આ ખોટું કામ કર્યું. તેમણે એન્કરને કહ્યું કે, તમે મહેનત કરીને આ મુકાન સુધી પહોંચ્યા છો. તમને અહીંયા નીચ અને ઘટિયા કહેવાયા છે. હું પણ અહીં સુધી મહેનત કરીને પહોંચ્યો છું પણ મને તો કોડીનો માણસ કહેવામાં આવ્યો છે. વિપક્ષની જે વિચારાધારા છે એમાં માત્ર ગાંધી અને મુલાયમસિંહનો પરિવાર જ મહાન છે. આ લોકોને લૉન્ચ કરવા માટે આ બધું નાટક કરવામાં આવી રહ્યું છે. બાકી આપણે સૌ તો ઘટિયા અને કોડીના માણસ છીએ.

આ કમિટીના ચાર વ્યક્તિ પણ વેચાયેલા છે. આ બે પરિવાર યોગ્ય છે કારણ કે એમને લૉન્ચ કરવાના છે. કોઈ પણ કિંમતે. એમને અસ્તિવત્વ મોટું છે અને આપણે સૌ ઘટિયા માણસો છીએ. આ પહેલા કોંગ્રેસ પ્રવક્તા સુપ્રીયા શ્રીનેતે કહ્યું હતું કે, ખેડૂતોને મરવા માટે મૂકી દેવામાં આવ્યા છે. દંભ અને અંહકાર મેં મુહ ક્યો હૈ આપને મોડા, યે દેશની આત્મા દેશ કી શાન, ઈતના કિતના કરેંગે આપ મોદીજી અપમાન. ખેડૂતોએ મંગળવારે કહ્યું હતું કે, તેઓ સુપ્રીમ કોર્ટે નિયુક્ત કરેલી કમિટી સામે નહીં આવે અને પોતાનું આંદોલન યથાવત રાખશે. ખેડૂતોએ સુપ્રીમ કોર્ટે નિયુક્ત કરેલી કમિટીને કોઈ માન્યતા પણ આપી નથી.

જોકે, વિપક્ષે ઊભા કરેલા પ્રશ્નમાં ભાજપ પ્રવક્તાએ બે પરિવાર જ મહાન હોવાનું રટણ કર્યું છે. જોકે, સુપ્રીમ કોર્ટના વલણ પર સંબિત પાત્રાએ એવું પણ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે ત્યાર બાદ સમિતિ બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ કમિટી સામે બંને પક્ષે હાજર થવુ પડશે. પોતાના વિષયોની રજૂઆત કરવી પડશે. પછી કમિટી પોતાના રિપોર્ટ કોર્ટને રજૂ કરશે. અમે તો સુપ્રીમ કોર્ટના નિર્ણયને માનીએ છીએ અને તેનું પાલન પણ કરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp