વસુંધરા સક્રિય રહેતા તો ચૂરૂમાં વિવાદ ન થતો, પૂર્વ સાંસદના નિવેદને BJPમાં સનસની

PC: theprint.in

રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની હાર બાદ નેતાઓમાં પરસ્પર ફૂટ નજરે પડી રહી છે. ભાજપ નેતા પોતાની જ પાર્ટીની કમીઓને લઈને સતત મીડિયામાં નિવેદનબાજી કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા દેવી સિંહ ભાટી બાદ હવે સીકરના પૂર્વ સાંસદ સુમેધાનંદ સરસ્વતીએ પણ રાહુલ કસ્વાંની ટિકિટ કપાવાને લઇને રાજેન્દ્ર રાઠોડ પર પ્રહાર કર્યો. તેમણે પોતાની હારનું કનેક્શન ચૂરૂ સીટ સાથે જોડી દીધું છે. તેમણે કસ્વાંની ટિકિટ કપાવાથી ભાજપને હાર મળી હોવાનું મુખ્ય કારણ બતાવ્યું. તેમણે કહ્યું કે, કસ્વાંની ટિકિટ કાપવાથી ભાજપે 4 સીટો ગુમાવી.

સાથે જ તેમણે રાહુલ કસ્વાં અને દેવી સિંહ ભાટીની જેમ વસુંધરા રાજેની તરફદારી કરી. તેમણે કહ્યું કે, જો વસુંધરા રાજે સક્રિય હોતા તો કદાચ ચૂરૂમાં કોઈ પણ વિવાદ ન થતો. વસુંધરા ચૂંટણીમાં નિષ્ક્રિય રહેતા પાર્ટીને નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ નેતાઓના રાહુલ કસ્વાંની ટિકિટ કપાવા અને વસુંધરા રાજેને સાઇડ લાઇન કરવાને લઈને સતત નિવેદન સામે આવી રહ્યા છે. એક મીડિયા નેટવર્ક સાથે ઇન્ટરવ્યૂ દરમિયાન વાતચીત કરતા સુમેધાનન્દ સરસ્વતીએ સીકરમાં પોતાની હારને લઈને રાહુલ કસ્વાં સાથે કનેક્શન જોડ્યુ.

તેમણે કહ્યું કે, કસ્વાંની ટિકિટ કપવાથી લોકોમાં ખોટું રીએક્શન ગયું. તેના કારણે ન માત્ર ચૂરૂ પરંતુ સીકરથી લઈને ઝુંઝુનૂ અને નાગોર સીટ પર પણ રાહુલ કસ્વાંની ટિકિટ કપવાથી ભાજપને હારનું નુકસાન ઉઠાવવું પડ્યું છે. ભવિષ્યમાં એવું ન થવું જોઈએ, કેમ કે તેનાથી સામાજિક માહોલ બગડે છે અને એ પાર્ટી માટે સારું નથી. તેનાથી લોકોમાં ખોટો મેસેજ જાય છે. ઇન્ટરવ્યૂ દરમિયાન સુમેધાનન્દે પણ રાહુલ કસ્વાં અને દેવી સિંહ ભાટીના સૂરમાં સૂર મળાવ્યા.

તેમણે કહ્યું કે, વસુંધરા રાજેની નજરઅંદાજી ભાજપને ભારે પડી. વસુંધરા રાજે મોટા લીડર છે. તેમનું વજૂદ રાજસ્થાન સાથે સાથે આખા દેશમાં છે. ખબર નહીં શું કારણ રહ્યા કે તેઓ ચૂંટણી પ્રચારમાં ક્યાંય ન આવ્યા. આ કારણ પાર્ટી તો જાણે છે, પરંતુ જો પ્રચાર માટે જતા તો ભાજપને અન્ય સીટો પર પણ ફાયદો મળતો. તેમણે ચૂરૂ લોકસભા સીટને લઈને મોટું નિવેદન આપતા સંકેત આપ્યા કે જો વસુંધરા રાજે સક્રિય રહેતા તો કદાચ ચૂરૂમાં કોઈ વિવાદ પણ ન થતો.

ઇન્ટરવ્યૂ દરમિયાન સુમેધાનંદે ભાજપની હાર પાછળ અગ્નિવીર યોજનાને પણ મોટું કારણ બતાવી. તેમણે કહ્યું કે, અગ્નિવીર યોજનાની આ ચૂંટણીમાં ઘણી અસર પડી છે. સીકર, કુચામન અને ઝુઝુનૂમાં ઘણા કોચિંગ બંધ થઈ ગયા. યુવાઓએ અગ્નિવીર યોજનાના કારણે સેવામાં જવાનું મન બદલી લીધું. અમે અગ્નિવીર યોજનાને પૂરી રીતે ક્લિયર ન કરી શક્યા. તેના કારણે અમને નુકસાન ઉઠાવવું પડ્યું. કોંગ્રેસ અને RLP સહિત ઘણા કમ્યુનિસ્ટોએ અગ્નિવીર યોજના વિરુદ્ધ લોકોમાં માહોલ બનાવ્યો. તેના કારણે ઘણી સીટો પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp