26th January selfie contest

સર્જિકલ સ્ટ્રાઇક કરનારા લેફ્ટનન્ટ જનરલ બોલ્યા, 'ઢિંઢોરો પીટવો યોગ્ય નથી'

કાશ્મીરના ઉરીમાં 2 વર્ષ પહેલા મિલિટ્રી કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં કેટલાય ભારતીય સૈનિકો શહીદ થયા હતા, તેની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં આતંકીઓના કેટલાય લોન્ચ પેડ્સ ધ્વસ્ત કરી દીધા હતા. આ સર્જિકલ સ્ટ્રાઇકનો દેશભરમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના લગભગ તમામ મંત્રીઓએ સર્જિકલ સ્ટ્રાઇકનો શ્રેય લીધો હતો. સેનાના પણ વખાણ થયા, પરંતુ મોટા ભાગે કેન્દ્ર સરકારના મંત્રીઓએ જ સર્જિકલ સ્ટ્રાઇકને લઇને પોતાની પીઠ થાબડી હતી.

એવામાં આ સેનાના ઓપરેશનની કમાન સંભાળનાર રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલે કહ્યું હતું કે, આ સર્જિકલ સ્ટ્રાઇક જરૂરી તો હતી, પરંતુ તેનું વધારે પ્રમાણમાં જ રાજનીતિકરણ કરવામાં આવ્યું અને ઢિંઢોરો પીટવામાં આવ્યો. જનરલ હડ્ડાએ કહ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનને સાર્વજનિક કરવામાં આવ્યું, આ સરકારનો ફેંસલો હતો, પરંતુ મારું માનવું છે કે, આ ઓપરેશન પર રાજનીતિ કરવી ઠીક નથી. સેના ઘણા ઓપરેશન કરતી રહે છે, પરંતુ આ મિલિટ્રી ઓપરેશનનો ઉપયો જો રાજનૈતિક ફાયદો લેવા માટે કરવામાં આવે તો દેશ અને સેના માટે ઠીક નથી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp