ગુજરાતમાં ચૂંટણી પહેલાં એજન્સીઓના તારણો ભાજપની ફેવરમાં છે

PC: khabarchhe.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં વિવિધ તબક્કે થયેલા સર્વેક્ષણ પ્રમાણે રાજ્યમાં ભાજપની સરકાર ફરીવાર બની રહી છે. તમામ ટીવી ચેનલો અને એજન્સીઓએ ભાજપને બહુમત મળે તેવી શક્યતા વહેતી કરી છે. સોશ્યલ મિડીયામાં ભલે કોંગ્રેસ આગળ હોય, રિયલ મતદાનમાં ભાજપ તેની પ્રતિસ્પર્ધી પાર્ટી કરતાં ખૂબ આગળ છે.

રાજ્યમાં 9 અને 14 ડિસેમ્બરે બે તબક્કે આ ચૂંટણી યોજવામા આવનાર છે અને તેમાં 4.33 કરોડ મતદારો મતદાન કરી શકશે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીની તીવ્ર સ્પર્ધા થવાની છે ત્યારે ભારતના ચૂંટણી પંચે રાજ્યભરમાં શાંત અને ન્યાયિક ચૂંટણી થાય તે માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

VVPAT ‍(Voter-verified paper audit trail) લગાવેલા EVM વડે રાજ્યમાં 50125 મતદાન મથકો પર ચૂંટણી યોજવામાં આવશે. સમગ્ર રાજ્યમાં VVPATનો ઉપયોગ પ્રથમ વખત થાય છે. પ્રથમ તબક્કાની ચૂંટણીનું જાહેરનામું 14મી નવેમ્બરે બહાર પાડવામાં આવ્યું છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp