26th January selfie contest

ચૂંટાયેલા ધારાસભ્યોની સોગંધવિધિ સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાશે 

PC: Indiatimes.com

પ્રોટેમ સ્પીકર તરીકે નિમાનાર સભ્યનો શપથ ગ્રહણ વિધિ સમારોહ આગામી તા.23 જાન્યુઆરીના રોજ મંગળવારે સવારે 10 કલાકે, રાજભવન ખાતે રાજ્યપાલ સમક્ષ યોજાશે.

ચૂંટાયેલા ધારાસભ્યોના સોગંદવિધિ સમારોહ પ્રોટેમ સ્પીકર સમક્ષ આજ દિવસે બપોરે 12 કલાકે સાબરમતી હોલ, સ્વર્ણિમ સંકુલમાં નવા સચિવાલય, ગાંધીનગર ખાતે યોજાશે.  

વિધાનસભાનું પ્રથમ સત્ર ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં કેબીનેટ દ્વારા નક્કી કરાયા મુજબ રખાશે.  અધ્યક્ષની ચૂંટણી તેમજ રાજ્યપાલના સંબોધન બાદ વિધાનસભા બજેટ સત્રનો ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં  પ્રારંભ થશે જે 31 માર્ચ-2018 સુધીમાં પૂર્ણ થશે.