26th January selfie contest

કાનાણીની છૂટ્ટી પાક્કી લાગે છે, ભાજપની આ મહિલા નેતાએ 4 વર્ષ માટે માન્યો આભાર

PC: https://www.facebook.com/kishor.kanani.100

વિજય રુપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેતા ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે. ત્યારે હવે તેમના મંત્રીમંડળને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજભવનમાં મંત્રીઓના શપથના કાર્યક્રમની તૈયારીઓ થઇ ગઈ હતી અને એકાએક જ શપથવિધિ સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો છે અને આવતી કાલે શપથવિધિ સમારોહ યોજાશે તેવી માહિતી CMO દ્વારા આપવામાં આવી છે. મહત્ત્વની વાત છે કે, 15 તારીખના બેનરો પણ લાગી ગયા હતા. એક એકાએક જ શપથવિધિ મોકૂફ રાખવામાં આવતા બેનરો ફાડી નાંખવામાં આવ્યા છે. ત્યારે ભાજપ આ વખતે નો રીપીટ થીયરીના આધારે મંત્રીમંડળ બનાવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તો બીજી તરફ મંત્રીઓને પોતાના નિવાસ સ્થાન ખાલી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે સુરતના એક ભાજપના મહિલા કાર્યકર્તાએ કેબીનેટમંત્રીઓ શપથ લે પહેલા જ કુમાર કાનાણીને પોતાની ચાર વર્ષની મંત્રી તરીકેની કામગીરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ મહિલા કાર્યકર્તાનું નામ કોમલ પટેલ છે.

ભાજપના કાર્યકર્તા કોમલ પટેલે લખ્યું હતું કે, ગુજરાત સરકારના રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી તથા 161 વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી સાહેબ દ્વારા સફળતાપૂર્વક ચાર વર્ષ સુધી આરોગ્ય મંત્રી તરીકે, તેમજ ખાસ કરીને કોરોનાકાળ દરમિયાન પ્રજાજનોની જે સેવા કરી છે એ બદલ આપ સાહેબનો ખૂબ-ખોબ આભાર. લોકો હંમેશા આપની 108 જેવી કાર્યપદ્ધતિને યાદ કરશે.

મહત્ત્વની વાત છે કે, કોમલ પટેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપમાંથી સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડી હતી. પણ તેની આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે હાર થઇ હતી. હાર બાદ કોમલ પટેલે સોશિયલ મીડિયામાં કેટલીક પોસ્ટ અપલોડ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. કોમલ પટેલે લખ્યું હતું કે, ટિકિટ ના મળી એમ મતદાનની સ્લીપો દબાવી દીધી, બોલો આવા છે પાર્ટીના આગેવાન. ત્યારબાદ એક પોસ્ટમાં લખ્યું હતું કેમ નેતાના ખાસમ ખાસ જ પાર્ટીના ગદ્દાર હવે નેતા શું કરે એ જોવાનું.

અગાઉ જ્યારે સુરતના પુણા વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓએ મેયર હેમાલી બોઘાવાલાનો વિરોધ કર્યો હતો ત્યારે પણ કોમલ પટેલે પોસ્ટ કરીને લખ્યું હતું કે, લોકો મરે છે અને મેયર વિરોધ કરવા નીકળ્યા છે. શરમ આવવી જોઈએ. રેમડેસીવીર નથી મળતા એનું કરો. ખોટી પ્રસિદ્ધિ જોઈએ છે. આવનારા સમયમાં આવું જ થવાનું છે. ભાજપના જ કાર્યકર્તા ભાજપની વિરોધમાં આવી ગયા. ભાજપવાળા અત્યારે હોદાની લહાણી કરે છે. ફેસબૂક પર અભિનંદનની લાઈન લાગી છે. અભિનંદન આપવા વાળાને પણ શરમ નથી. આ સમય છે અભિનંદન પાઠવવાનો. આતો જેનો ઘરનો મોભી જાય એને જ ખબર પડે જાડી ચામડી વાળા ન સમજી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp