માસિક ધર્મ ચેક કરવા વિદ્યાર્થીનીઓના કપડા ઉતરાવવા મામલે CMએ જાણો શું કહ્યું

PC: facebook.com/vijayrupanibjp

ભૂજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીનીઓના માસિક ધર્મની તપાસ કરવાને લઇને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. વિદ્યાર્થીનીઓએ વિરોધ નોંધાવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. એવો પણ ખુલાસો થયો હતો કે, શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓને કોલેજ છોડીને જતું રહેવાની અને જે થાય તે કરી લેવાની ધમકી પણ આપી હતી.

સમગ્ર ઘટના એમ હતી કે, કોલેજના અને હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ પાસે માસિક ધર્મનું પાલન કરાવવા માટે બુધવારના રોજ કેટલીક વિદ્યાર્થીઓને ચાલુ કલાસે શાળાની લોબીમાં બેસાડીને તેમને માસિક ધર્મ ચાલુ છે કે, બંધ તે બાબતે બાથરૂમમાં લઇ જઈને તેમના કપડા ઉતરાવીને તપાસ કરાવવામાં આવી હતી.

ગુરુવારના રોજ કેટલીક વિદ્યાર્થીનીઓએ સમગ્ર મામલે વિરોધ નોંધાવતા મામલો બહાર આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરીને ફરિયાદ દાખલ કરી હતી. બીજી તરફ મહિલા આયોગ દ્વારા પણ સમગ્ર મામલે તપાસ કરાવવામાં આવી રહી છે. આ ઘટનાને ગંભીરતાથી લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ વિભાગ અને શિક્ષણ વિભાગને તપાસ કરવાના આદેશ આપ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે, કચ્છમાં દીકરીઓ સાથે જે વ્યવહાર થયો છે અને તેમના માસિક ધર્મના સંદર્ભમાં કોલેજના શિક્ષકોએ જે રીતે ગેરકાનૂની અને અશોભનીય વ્યવહાર કર્યો છે. તેમાં સરકારે કડક સુચના આપી છે. ગઈ કાલે પોલીસ ફરિયાદ પણ દાખલ થઇ ગઈ છે. આ ઘટનાને સરકાર દ્વારા ગંભીરતાથી લઇને શિક્ષણ વિભાગ અને ગૃહ વિભાગને સુચના આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp